today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
આઈસીસીની તાજા વન-ડે રેન્કિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને ફાયદો થયો છે. વિરાટ કોહલી બે સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે. રોહિત શર્મા એક સ્થાનના ફાયદા સાથે આઠમાં સ્થાને પહોંચ્યો છે.
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3ના ફોરકોર્ટ વિસ્તારમાં કથિત રીતે નશામાં ધૂત એક વ્યક્તિએ પેશાબ કર્યો હતો. બાદમાં આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીને ડિપાર્ચર ગેટ પર અન્ય મુસાફરોની સામે પોતાની જાતને ઉજાગર કરતો અને પછી ગેટ પર પેશાબ કરતો જોયો ત્યાર બાદ તેને પકડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે વ્યક્તિએ અન્ય લોકો સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો અને ગેરવર્તન કર્યું હતું.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં 11 અને 12 જાન્યુઆરીએ છઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્દોરના બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં ભારત અને વિદેશના રોકાણકારોએ તેમાં ભાગ લીધો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ સમિટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે આર્થિક પડકારોનો સામનો કરવામાં ભારત વિશ્વમાં ટોચ પર છે.
જમ્મુ કાશ્મિરના કુપવાડામાં માછિલ સેક્ટરના ફોરવર્ડ એરિયામાં (Machhal Sector in Jammu and Kashmir’s Kupwara) બુધવારે એક દુર્ઘટનામાં ત્રણ ભારતીય સૈનિકોના મોત નીપજ્યા હતા. ત્રણ સૈનિક એક નિયમિત ઓપરેશનલ ટાસ્ક પુરો કરી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના ઘટી હતી. સેના અનુસાર એક જૂનિયર કમીશંડ ઓફિસર અને બે અન્ય રેંકના અધિકારીઓને લઇ જઇ રહેલા વાહન બરફ આચ્છાદિત ટ્રેક પર લપસી પડ્યું અને ખીણમાં ખાબક્યું હતું.
ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે જેમાં બજેટ, જનસુવિધા, ઇમોડ્યુઅલના અમલ જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા થશે.
Valsad News Update :એકવાર અંધશ્રદ્ધામાં બાળકનો ભોગ લેવાયો હતો. વલસાડ જિલ્લાની અડીને આવેલા સેલવાસમાં નવ વર્ષના બાળકની બલી આપવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રૂપિયા અને દૈવી શક્તિ માટે નરબલી અપાઈ હતી. તાંત્રિક વિધિ કરી કસાઇએ બાળકનું માથું કાપી હત્યા કરાઈ હતી.