today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહના ધારાસભ્ય પુત્ર પ્રતીકે કહ્યું કે તેના પિતા 22 જાન્યુઆરીએ ખેલ સંસ્થાની એજીએમ પછી પોતાના સામે યૌન ઉત્પીડનના આરોપો પર નિવદેન જાહેર કરશે. બીજી તરફ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને (IOA)સાત સભ્યોની કમિટી બનાવી છે. કમિટીમાં મેરી કોમ, ડોલા બેનરજી, અલકનંદા અશોક, યોગેશ્વર દત્ત, સહદેવ યાદવ અને બે સભ્યો સામેલ છે.
ભૂસ્ખલન સામે ઝઝુમી રહેલા ઉત્તરાખંડના જોશીમઠમાં સિઝનની પ્રથમ હિમ વર્ષા થઇ છે. હિમ વર્ષાના કારણે ખતરાના રૂપમાં ચિન્હિત કરેલા મકાનોને પાડવાનું કામ શુક્રવારે રોકી દેવામાં આવ્યું છે. મોસમ વિભાગે 23 અને 24 જાન્યુઆરીએ પણ જોશીમઠ, ચમોલી અને પિથૌરાગઢમાં વરસાદ અને હિમ વર્ષાની સંભાવના વ્યક્ત કરી છે.
ગુગલની પૈરેન્ટ કંપની અલ્ફાબેટ આખી દુનિયામાં પોતાના 12,000 કર્મચારીઓને છૂટા કરવા જઇ રહી છે. જે તેના ગ્લોબલ વર્કફોસના 6 ટકા છે. ગુગલના મતે આખી દુનિયામાં આ છટણીથી ગુગલના કર્મચારી પ્રભાવિત થશે. જોકે અમેરિકામાં ગુગલના કર્મચારીઓ પર તેની અસર તરફ પડશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે શનિવારે રાયપુરમાં રમાશે. આ મેચ પહેલા ટીમને ફટકો પડ્યો છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં સ્લો ઓવર રેટના કારણે ટીમ ઇન્ડિયા પર 60 ટકા મેચ ફી નો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈસીસીના મેચ રેફરી જવાગલ શ્રીનાથે જાણ્યું કે ટીમ ઇન્ડિયા નિર્ધારિત સમયથી 3 ઓવર પાછળ હતી.
DGCAએ ફ્લાઇટમાં મહિલા પેસેન્જર સાથે ગેરવર્તણૂકના મામલામાં એર ઇન્ડિયા સામે મોટી કાર્યવાહી કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, DGCA એ પાઇલટ-ઇન-કમાન્ડનું લાયસન્સ તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યું છે. એટલે કે પાયલોટનું લાયસન્સ ત્રણ મહિના માટે રદ કરવામાં આવ્યું છે.
બળાત્કાર અને હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમે ફરી એકવાર પેરોલની માંગણી કરી છે. અગાઉ, તે પેરોલ પર બહાર આવ્યા પછી નવેમ્બર 2022 માં રોહતક જેલમાં ગયો હતો. રામ રહીમના બાગપતના બરનવા આશ્રમમાં રોકાવાને લઈને રિપોર્ટ માંગવામાં આવ્યો છે, જેના પર પોલીસે કહ્યું છે કે કોઈ વાંધો નથી.
દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રી વચ્ચેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. હવે દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. એલજીએ પોતાના પત્રમાં સરકાર પર અનેક આરોપો લગાવ્યા છે. પોતાના પત્રમાં એલજીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઘટી છે. એલજીએ પોતાના પત્રમાં કહ્યું કે હું નાગરિક હોવાના નાતે લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યો છું. તેમણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં દિલ્હીમાં એક પણ સ્કૂલ બની નથી.
ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ગુરુવારે શીત લહેર ચાલુ રહી હતી, પરંતુ આગામી પાંચ દિવસ સુધી શીત લહેરની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ છેલ્લા કલાકો દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને જમ્મુ અને કાશ્મીરમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ હતી. 21 થી 26 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થવાની સંભાવના છે જ્યારે 23 થી 26 જાન્યુઆરી સુધી દિલ્હી સહિત ઉત્તરીય મેદાનોમાં હળવો વરસાદ પડી શકે છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રજ ભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહેલા ખેલાડીઓનો ગુસ્સો ઓસરવાનું નામ નથી લઈ રહ્યો. આ અંગે બબીતા ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને અન્ય કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામેના આરોપોના સંદર્ભમાં ગુરુવારે મોડી રાત્રે કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સાથે બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. આજે ફરી રમત મંત્રી અને કુસ્તીબાજો વચ્ચે આ મુદ્દે બેઠક યોજાવાની છે.
GPSCની તૈયારી કરનારા માટે મોટા સમાચાર
ટૂંક સમયમાં જાહેર કરાશે ભરતી કેલેન્ડર