today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રને વધુ બે વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. પીએમે મુંબઈમાં સીએસએમટી રેલવે સ્ટેશનથી મુંબઈ-સોલાપુર વંદે ભારત અને મુંબઈ-શિરડી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, સીએમ એકનાથ શિંદે અને ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજસ્થાનના બજેટમાં સીએમ અશોક ગેહલોતે ઘણી યોજનાઓની જાહેરાત કરી છે. બજેટમાં સીએમ ગેહલોતે 100 યુનિટ સુધી વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. કોરોનામાં અનાથ બનેલા બાળકોને સરકારી નોકરી આપવામાં આવશે. આ સિવાય ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 500 રૂપિયામાં એલપીજી સિલેન્ડર મળશે.
નાગપુરમાં રમાય રહેલી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ બોલિંગ પછી બેટિંગમાં પણ કમાલ કરી છે. જાડેજાએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી છે. ભારતે 7 વિકેટે 265 રન બનાવી લીધા છે.
રોહિત શર્માએ 63મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં તેની 9મી સદી પૂરી કરી હતી. 64મી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ લિયોનના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જાડેજાએ પણ 65મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતનો સ્કોર 66 ઓવર બાદ 5 વિકેટે 189 રન છે. રોહિત શર્માના 178 બોલમાં 103 રન છે. રવિન્દ્ર જાડેજાના 27 બોલમાં 12 રન છે.
72 ઓવર પછી ભારતનો સ્કોર 5 વિકેટે 208 રન છે. રોહિત શર્માએ 183 બોલમાં 107 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજાના 58 બોલમાં 27 રન છે. બંને વચ્ચે 77 બોલમાં 40 રનની ભાગીદારી છે. આ પહેલા જાડેજાએ નાથન લિયોનની ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતના સ્કોરને 200ની પાર પહોંચાડ્યો હતો.
અમદાવાદમાં નવી જંત્રીના અમલનો વિવાદ વકર્યો, જંત્રીમાં ભાવ વધારા મુદ્દે બિલ્ડરો આકરા પાણીએ થયા છે. ક્રેડાઇના હોદ્દેદારોએ આવેદનપત્ર આપ્યું છે.
બીજા દિવસે લંચ પછીની રમત શરૂ થઈ ગઈ છે. લંચ સમયે ભારતનો સ્કોર 52 ઓવરમાં 3 વિકેટે 151 રન હતો. રોહિત શર્માએ 142 બોલમાં 85 રન અને વિરાટ કોહલીએ 25 બોલમાં 12 રન બનાવ્યા હતા. લંચ બાદ રોહિત શર્મા તેની 9મી ટેસ્ટ સદી વહેલી તકે પૂરી કરવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમયથી ચાલી રહેલા સદીના દુષ્કાળને સમાપ્ત કરવા તરફ ધ્યાન આપશે.
બીજા દિવસે લંચ પછીની રમત શરૂ થઈ ગઈ છે. લંચ સમયે ભારતનો સ્કોર 52 ઓવરમાં 3 વિકેટે 151 રન હતો. રોહિત શર્માએ 142 બોલમાં 85 રન અને વિરાટ કોહલીએ 25 બોલમાં 12 રન બનાવ્યા હતા. લંચ બાદ રોહિત શર્મા તેની 9મી ટેસ્ટ સદી વહેલી તકે પૂરી કરવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમયથી ચાલી રહેલા સદીના દુષ્કાળને સમાપ્ત કરવા તરફ ધ્યાન આપશે.
38 ઓવરની રમત પૂરી થઈ ગઈ. ભારતનો સ્કોર એક વિકેટે 117 રન છે. રોહિત શર્માના 102 બોલમાં 73 રન છે. રવિચંદ્રન અશ્વિને 56 બોલમાં 22 રન બનાવ્યા છે. રોહિત અને અશ્વિને 91 બોલમાં 41 રનની ભાગીદારી નોંધાવી છે. પ્રથમ દાવના આધારે ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા કરતા 60 રન પાછળ છે.
32 ઓવરની રમત પૂરી થઈ ગઈ. ભારતનો સ્કોર 32 ઓવર બાદ 2 વિકેટે 102 રન છે. રોહિત શર્માના 88 બોલમાં 67 રન છે. રવિચંદ્રન અશ્વિને 34 બોલમાં 14 રન બનાવ્યા છે. રોહિત શર્માએ પેટ કમિન્સની ઓવરના છેલ્લા બોલે (32માં) સિક્સર ફટકારી હતી. આ સાથે જ ભારતનો સ્કોર 100 રનને પાર કરી ગયો.
SSLV-D2: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ 10 ફેબ્રુઆરી, 2023 ના રોજ IST સવારે 9:18 વાગ્યે સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SSLV) ની બીજી વિકાસલક્ષી ઉડાન શરૂ કરી. SSLV એ ISROનું સૌથી નાનું પ્રક્ષેપણ વાહન છે. SSLV-D2, અથવા EOS-07 નામનું આ મિશન, આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા, સતીશ ધવન સ્પેસ સેન્ટર, ફર્સ્ટ લૉન્ચ પૅડથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.
Turkey Syria Earthquake: તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોના મોત થયા છે. જેમ જેમ કાટમાળના ઢગલા હટાવવામાં આવી રહ્યા છે તેમ તેમ તેની નીચેથી મૃતદેહો બહાર આવી રહ્યા છે. તે જ સમયે હવામાનને કારણે બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે તાપમાન શૂન્યથી નીચે જવાના કારણે રાહત કાર્ય અટકાવવું પડ્યું છે.
India vs Australia 1st Test 2023 Live Match Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત થોડીવારમાં શરૂ થવા જઈ રહી છે. ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2023 ના રોજ રમતના અંતે, પ્રથમ દિવસે, ભારતે એક વિકેટના નુકસાન પર 77 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 56 રન બનાવી અણનમ રહ્યો હતો. બીજા છેડે રવિચંદ્રન અશ્વિન ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો હતો. ભારતે કેએલ રાહુલ (20)ની એકમાત્ર વિકેટ ગુમાવી હતી. પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી કર્યા પછી, કેએલ રાહુલ દિવસની અંતિમ ક્ષણોમાં તેના જ બોલ પર ઓફ સ્પિનર ટોડ મર્ફી (1/13)ના હાથે કેચ આઉટ થયો હતો. આ પહેલા ભારતે રવિન્દ્ર જાડેજાની 5 વિકેટ અને રવિચંદ્રન અશ્વિનની 3 વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાને 177 રનમાં સમેટી દીધું હતું. ભારત હાલમાં પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયા કરતા 100 રન પાછળ છે, જ્યારે તેની 9 વિકેટ પડવાની બાકી છે. આવી સ્થિતિમાં તેમના પ્રયાસો મોટી લીડ મેળવવા પર આધારિત રહેશે.
National News latest Updates: હૈદરાબાદ- નવું તેલંગાણા શહીદ સ્મારક, રૂ. 179 કરોડનો પ્રોજેક્ટ, ટૂંક સમયમાં જ અનાવરણ થનાર વિશ્વનું સૌથી મોટું સીમલેસ સ્ટેનલેસ સ્ટીલ માળખું હશે.
યુએસ અધિકારી કહે છે કે ચાઇનીઝ બલૂન “સિગ્નલ ઇન્ટેલિજન્સ કલેક્શન ઓપરેશન હાથ ધરવા” સક્ષમ હતું: રિપોર્ટ
પંજાબી બાગ વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરની ઝૂંપડપટ્ટીમાં ગઈકાલે રાત્રે એક વિશાળ આગ ફાટી નીકળી હતી
સેન્ટ્ર્લ જીએસટીની ટીમ દ્વારા કચ્છના ગાંધીધામમાં આવેલા આસિસ્ટન્ટ કમિશ્નરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. નિવાસસ્થાને સર્ચ ઓપરેશનમાં 42 લાખ રોકડા મળી આવ્યા હતા અને 3.71 લાખ કરતાં વધુની સંપત્તી સામે આવી હતી.