today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પત્ની અને પટિયાલાના સાંસદ પરનીત કૌરની શુક્રવારે કોંગ્રેસે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે.પરનીત કૌર પર BJPની મદદ કર્યા હોવાનો આરોપ હતો.
સુપ્રીમ કોર્ટે 2022ના ગુજરાત રમખાણથી સંબંધિત BBC ડોક્યુમેન્ટ્રીને સેન્સર કરવાથી રોકવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માંગણી વાળી અરજી પર કેન્દ્રને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે.
તાજેતરમાં જુનિયર ક્લાર્ક પરક્ષીના પેપર લીક થયા બાદ પોલીસે એક પછી એક આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ત્યારે એટીએસએ કોલકાત્તાથી વધુ બે આરોપીઓને પકડી પાડ્યા છે.
લોકસભામાં વિપક્ષ અદાણી કેસ પર JPCની માંગ કરી રહ્યો છે. વિરોધ પક્ષો વારંવાર જેપીસી-જેપીસીના નારા લગાવી રહ્યા છે.
વિપક્ષના હોબાળાને જોતા લોકસભા અને રાજ્યસભાને બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભા બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભા બપોરે 2.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
યુએસ હાઉસે ઇલ્હાન ઓમરને ઇઝરાયેલ પરની ટિપ્પણીઓને કારણે વિદેશી બાબતોની સમિતિમાંથી હટાવ્યા છે. ગૃહે ગુરુવારે (2 ફેબ્રુઆરી) મિનેસોટા ડેમોક્રેટિક પ્રતિનિધિ ઇલ્હાન ઓમરને મત પછી વિદેશી બાબતોની સમિતિમાંથી દૂર કર્યા. ગૃહે ઇઝરાયેલ વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને તેમને દૂર કરવા માટે તેમની નિષ્પક્ષતા પરના પ્રશ્નોનો ઉલ્લેખ કર્યો.
અમૂલ બ્રાન્ડ માટે પ્રખ્યાત ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ તમામ વેરિઅન્ટમાં દૂધના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. એક રિપોર્ટ મુજબ, આ ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર, અમૂલ તાજાની કિંમત 54 રૂપિયા પ્રતિ લીટર, અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લીટર અને A2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટર છે.
રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખ બાપુલાલ અંજનાના 28 વર્ષીય એકમાત્ર પુત્ર બંટી ઉર્ફે વિકાસ અંજનાની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ 3 બદમાશોએ તેને ઘેરી લીધો અને તેની છાતીમાં 8 ગોળીઓ ધરબી દીધી હતી. ફાયરિંગમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં ગુરુવારે રાત્રે 10.50 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેર ઉપર 2.8ની તીવ્રા નોંધાઈ હતી. મીતીયાળા, સાકરપરા, ધજડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલાના મોલડી ગામમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. યુવાને રોફ જમાવવા માટે ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે.
રવિવારે જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતીને આ કેસમાં અત્યાર સુધી 17 આરોપીઓને પકડી લીધા છે. વધુ બે આરોપીઓને પકડવા માટે પોલીસની કવાયત ચાલી રહી છે.
ગુજરાત: સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓડિશાના ગંજમ જિલ્લામાંથી 2017માં સુરત ટ્રેન પાટા પરથી ઉતરવાના પ્રયાસના સંબંધમાં ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓડિશાના ગંજમ જિલ્લામાંથી 2017માં સુરત ટ્રેન પાટા પરથી ઉતરવાના પ્રયાસના સંબંધમાં ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી.