today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટના માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દાસુન શનાકાની અણનમ અડધી સદી અને કુશલ મેન્ડિસના 52 રનની મદદથી શ્રીલંકાએ બીજી ટી-20 મેચમાં ભારત સામે 16 રને વિજય મેળવ્યો છે. શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 20 ઓવરમાં 8 વિકેટે 190 રન બનાવી શક્યું હતું. આ સાથે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી પર આવી ગઇ છે. ત્રીજી અને અંતિમ ટી-20 7 જાન્યુઆરીએ રમાશે.ભારત તરફથી અક્ષર પટેલે 31 બોલમાં 65 અને સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 51 રન બનાવ્યા હતા.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો છે. આ ભૂકંપની તીવ્રતા 5.9 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનનો કુશ વિસ્તાર છે.
સુપ્રીમ કોર્ટે હલ્દવાની રેલ્વે જમીન કેસમાં નૈનીતાલ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 50 હજાર લોકોને રાતોરાત હટાવી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને રેલવેને પણ નોટિસ પાઠવી છે. નૈનીતાલ હાઈકોર્ટના આદેશ બાદ જ હલ્દવાનીમાં તણાવ હતો. ત્યારથી વિવાદિત સ્થળ પર વિરોધનો દોર શરૂ થઈ ગયો હતો. અહીં હાઈકોર્ટના નિર્ણય બાદ 8મી જાન્યુઆરીએ બુલડોઝર ચલાવવાના હતા, જેના પર હવે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકી દીધો છે.
Redmi Note 12 Pro+ સાથે બ્રાન્ડ ઓછી-પ્રકાશની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અને લોન્ચ ઈવેન્ટમાં પણ આ નમૂનાઓનું પ્રદર્શન. Redmi Note 12 Pro ને Pro+ ની સરખામણીમાં 50MP મુખ્ય કેમેરા મળે છે.
ફોનમાં 200MP કેમેરા મળે છે, જે પહેલાથી જ જાણીતો હતો કારણ કે આને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Redmi Note 12 Pro+ HPX સેન્સર Samsung સાથે આવે છે. રેડમીનો દાવો છે કે મોટા સેન્સરને કારણે આ ફોન પર ઈમેજની ગુણવત્તામાં ધરખમ સુધારો થશે. એ નોંધવું જોઇએ કે ફોન OIS સાથે પણ આવે છે. જે સામાન્ય રીતે બજેટ રેડમી સીરીઝ પર ઓફર કરવામાં આવતો નથી.
મનુ કુમાર જૈન મંચ પર Xiaomi માટે છેલ્લા ત્રણ વર્ષ વિશે વાત કરી હતી. તેઓ અગાઉ Xiaomi Indiaના વડા હતા, પરંતુ હવે તેઓ આંતરરાષ્ટ્રીય કામગીરી સંભાળી રહ્યા છે જૈન કંપનીમાં તેમની સ્થિતિ વિશે વાત કરે છે. “2020 માં અમારા વૈશ્વિક બોર્ડે સૂચન કર્યું કે હું અમારા બજારો માટે મોટી જવાબદારીઓ નિભાવું. પરંતુ કોવિડ પણ તે જ સમયે શરુ થયો હતો. 2021 માં હું એક અલગ ભૂમિકા સાથે વિદેશ ગયો હતો.”
રેલવેની જમીન પર વસેલા લોકોને હટાવવાના આદેશ બાદ ઉત્તરાખંડના હલ્દવાનીમાં તણાવ છે. હલ્દવાની (હલ્દવાણી)માં જ્યાં આ આદેશ બાદથી સતત વિરોધ થઈ રહ્યો છે, આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સુપ્રીમ કોર્ટમાં બે જજની બેંચ (જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય ઓકા) નૈનીતાલ હાઈકોર્ટના નિર્ણય સામેની અરજી પર સુનાવણી કરશે. બુધવારે CJI DY ચંદ્રચુડે આ મામલાની તાકીદે સુનાવણી માટે અરજી મંજૂર કરી હતી.
Redmi Note 12 Pro Plus 5G launch : ભારતમાં આજે ત્રણ નવા સ્માર્ટફોન લૉન્ચ થઈ રહ્યાં છે. Xiaomi India દેશમાં તેની Redmi Note 12 શ્રેણી રજૂ કરવા માટે તૈયાર છે. Redmi Note ભારતમાં સૌથી વધુ લોકપ્રિય સેલિંગ ફોનમાંનો એક છે અને જે સામાન્ય રીતે કંપની માટે સૌથી વધુ વોલ્યુમ અને વેચાણ તરફ દોરી જાય છે. Redmi આજે ભારતમાં Redmi Note 12 ના ત્રણ પ્રકારો રજૂ કરે તેવી અપેક્ષા છે: Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+. ત્રણેય ફોન 5G-તૈયાર હશે, જે Redmi Note શ્રેણી માટે પ્રથમ છે.
પંચમલાહમાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં આજે રોપવે સેવા બંધ રહેશે. બે દિવસથી ભારે પવનના કારણે સંચાલકોએ રોપવે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અને રોપવેની લાઇનમાં ઉભા ન રહેવા માટે સૂચનો પણ આપી છે. બીજી તરફ જૂનાગઢમાં બંધ રાખેલા રોપવેને ફરીથી ચાલું કરવામાં આવ્યો છે.
ઘાઢ ધુમ્મસ કારણ કે ઉત્તર રેલવે ક્ષેત્રમાં 12 ટ્રેનો દેરીથી ચાલી રહી છે અને 2 ટ્રેનોમાં સમય બદલાયો છે.
ઉત્તર પ્રદેશ: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ સાથે આજે શામલીથી પાર્ટીની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી.
વલસાડમાં વિશ્વ કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર થશે તૈયાર, આ સંશોધન કેન્દ્રમાં 3 હજારથી વધુ ઝેરી સાપોનું સંવર્ધન કરાશે, સાપોનું ઝેર કાઢી દવા પણ બનાવાશે.
Jungadh news latest Updates: જૂનાગઢ જિલ્લામાં આવેલા સાસણના જંગલોમાં ચંદનની ચોરી થવાની ઘટનાઓ બનતી રહેતી હતી. જોકે, પોલીસે સાંસણના જંગલમાંથી ચંદનની ચોરી કરતી ટોળકીને દબોચી લીધી હતી. પોલીસે 13 મહિલા અને 8 પુરુષોની ધરપકડ કરી હતી.
Bharuch News Updates: ભરૂચમાં ગાંજાની હેરાફેરી પકડાઈ હતી. ખાનગી બસમાં પિપરમીટની આડમાં લઈ જવાતો ગાંજો ઝડપાયો હતો. પોલીસે 1.53 કરોડના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત કરી હતી