Congress Leader Acharya Pramod Krishnam : કોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પોતાની પાર્ટીના કેટલાક લોકોના મનમાં ભગવાન રામ પ્રત્યે નફરત હોવાની વાત કહી છે. તેમણે શુક્રવારે ગાજિયાબાદમાં કહ્યું કે મેં એવું અનુભવ્યું છે કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ એવા છે જે ભગવાન રામથી નફરત કરે છે. આ નેતાઓ હિન્દુ શબ્દથી પણ નફરત કરે છે. તેઓ હિન્દુ ધાર્મિક ગુરુઓનું અપમાન કરવા માંગે છે. તેમને પસંદ નથી કે પાર્ટીમાં એક હિન્દુ ધર્મગુરૂ આવો હોવો જોઈએ.
રામ મંદિરને રોકવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા તે આખી દુનિયા જાણે છે
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે જે રામને નફરત કરે છે તે હિન્દુ હોઈ શકે નહીં. રામ મંદિરને રોકવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા છે તે આખી દુનિયા જાણે છે. રામને કોણ નફરત કરે છે અને રામ પ્રત્યે કોને આદર છે? મને નથી લાગતું કે આ રહસ્ય પર કોઈ પડદો છે. પાર્ટીનો ભાગ હોવાનો અર્થ એ નથી કે સત્યને સત્ય ન કહેવું જોઈએ અને જૂઠને જૂઠું ન કહેવું જોઈએ. મેં અનુભવ્યું છે કે કોંગ્રેસમાં કેટલાક એવા નેતાઓ છે જે માત્ર રામ મંદિર જ નહીં પરંતુ રામથી પણ નફરત કરે છે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – કોંગ્રેસને 100 વર્ષ માટે સત્તાથી દૂર કરવી જરૂરી
કદાચ પાર્ટીને હિન્દુનો સાથ જોઇતો નથી
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે નારાજગીનું કોઈ કારણ નથી. કોંગ્રેસને કદાચ હિન્દુઓના સમર્થનની જરૂર ન હોય અથવા તેઓ હિન્દુ ધાર્મિક નેતાને સ્ટાર પ્રચારક બનાવવાના ઉદ્દેશ હોય તો તેમાં કશુંક ખામી નજર આવી હોય. આ પાર્ટીનો નિર્ણય છે.
કોંગ્રેસના કેટલાક નેતાઓ મંદિરોની મુલાકાત લેતા હોય છે અને ભાજપ તેમના પર ધાર્મિક પર્યટનનો આરોપ લગાવે છે તે અંગેના સવાલ પર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે મંદિરમાં જઈને કોઈ હિન્દુ નથી બની જતો કે મસ્જિદમાં જઈને કોઈ મુસ્લિમ બની જતો નથી. જો ઇસા મસીહમાં વિશ્વાસ નથી કરતો તે ક્રિશ્ચિયન હોઇ શકે નહીં. તેવી જ રીતે જે ભગવાન રામને નફરત કરે છે તે હિંદુ ન હોઈ શકે. દુનિયા જાણે છે કે રામ મંદિર નિર્માણને રોકવાના પ્રયાસોથી સનાતન ધર્મમાં માનનારાઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ભગવાન રામને કોણ પ્રેમ કરે છે અને કોણ નફરત કરે છે તે બધા જાણે છે.





