Assets of MPs: એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે (ADR) લોકસભા સાંસદોની સંપત્તિને લઇને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે લોકસભા માટે 2009 અને 2019 વચ્ચે ફરીથી ચૂંટાયેલા 71 સાંસદોની સંપત્તિઓમાં એવરેજ 286 ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે વધારો ભાજપના સાંસદ રમેશ ચંદપ્પા જિગાજિનાગીની (Ramesh Chandappa Jigajinagi) સંપત્તિમાં થયો છે.
જેપી સાંસદ રમેશ ચંદપ્પાની સંપત્તિ 4189 ટકા વધી
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે (ADR)આ રિપોર્ટ શુક્રવારે જાહેર કર્યો છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે 2009માં ભાજપના સાંસદ રમેશ જિગાજિનાગીની પાસે લગભગ 1.18 કરોડ રૂપિયા સંપત્તિ હતી. 2014માં વધીને 8.94 કરોડ રૂપિયા થઇ હતી. આ પછી 2019માં તેમની પાસે 50.41 કરોડ રૂપિયાની સંપત્તિ નોંધાઇ છે.
એડીઆરના રિપોર્ટ પ્રમાણે ભાજપા સાંસદ રમેશ ચંદપ્પા જિગજિનાગીની સંપત્તિ 2009થી 2019ના ગાળામાં 4189 ટકાનો વધારો થયો છે. રમેશ ચંદપ્પા 2019માં સતત છઠ્ઠી વખત કર્ણાટકના બીજાપુરથી ચુંટાઇને લોકસભા પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રથમ વર્ષના કાર્યકાળ દરમિયાન જુલાઇ 2016થી મે 2019 સુધી રમેશ ચંદપ્પા કેન્દ્રીય પેયજલ અને સ્વચ્છતા રાજ્યમંત્રી હતા.
કર્ણાટકથી ભાજપના સાંસદ પીસી મોહન બીજા નંબરે
એડીઆર નેશનલ ઇલેક્શન વોચના આ રિપોર્ટ પ્રમાણે કર્ણાટકથી ભાજપના સાંસદ પીસી મોહન પણ ટોપ-10 સાંસદોની યાદીમાં સામેલ છે. પીસી મોહન બીજા નંબરે છે. ચૂંટણી સોગંદનામા પ્રમાણે પીસી મોહન પાસે 2009માં લગભગ 5.37 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. 2019 લોકસભા ચૂંટણી દરમિયાન 10 વર્ષમાં તેમની સંપત્તિ વધીને 75.55 કરોડ રૂપિયા થઇ ગઇ છે. એટલે કે તેમાં 1306 ટકાનો વધારો થયો છે.
વરુણ ગાંધીની સંપત્તિમાં પણ ઘણો વધારો
યૂપીના પીલીભત લોકસભા સીટથી ભાજપના સાંસદ વરુણ ગાંધીની સંપત્તિમાં 12 ગણો વધારે થયો છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે વરુણ ગાંધીની સંપત્તિ 2009માં 4.92 કરોડ રૂપિયા હતી. 2019માં વધીને તે 60.32 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ રિપોર્ટ પ્રમાણે શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલની સંપત્તિ 2009માં 60.31 કરોડ રૂપિયા હતી. જે 2019માં વધીને 217.99 કરોડ રૂપિયા થઇ ગઇ છે. તેમની સંપત્તિમાં 261 ટકાનો વધારો થયો છે.