Air India Urination Case: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં (Air India Flight)મહિલા યાત્રી પર પેશાબ કરનાર વ્યક્તિને તેની કંપનીએ નોકરીમાંથી કાઢી મુક્યો છે. આરોપી શંકર મિશ્રા અમેરિકા બેસ્ડ ફાઇનેંશિયલ સર્વિસ કંપની વેલ્સ ફારગોમાં કામ કરતો હતો. તે ગત વર્ષે ન્યૂયોર્કથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હી આવ્યો હતો. આ દરમિયાન ઘટના બની હતી.
વેલ્સ ફારગોએ એક નિવેદનમાં કહ્યું કે અમે પોતાના કર્મચારીઓ પાસે પ્રોફેશનલ અને વ્યક્તિગત વ્યવહારના ઉચ્ચતમ માપદંડની અપેક્ષા રાખીએ છીએ. અમે આ આરોપોથી પરેશાન છીએ. તે વ્યક્તિને વેલ્સ ફારગોમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. અમે તપાસમાં સહયોગ કરી રહ્યા છીએ. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બનેલી આ ઘટના પછી દિલ્હી પોલીસે વેલ્સ ફારગોનો સંપર્ક કર્યો હતો.
આરોપીના પિતાએ પુત્રને જણાવ્યો નિર્દોષ
આ મામલે આરોપીના પિતા શ્યામ મિશ્રાએ પોતાના પુત્ર સામે લાગેલા આરોપને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે મારો પુત્ર 30-35 કલાકથી ઊંઘ્યો ન હતો. ડિનર કર્યા પછી તેણે ક્રુ દ્વારા આપવામાં આવેલો દારુ પીધો હશે અને પછી તે ઊંઘી ગયો હશે. જે મને સમજાય છે કે તે ઉઠ્યો હશે પછી એરલાઇનના સ્ટાફ દ્વારા તેની પૂછપરછ કરી હશે.
આ પણ વાંચો – દિલ્હી એમસીડીમાં કેમ થઇ બબાલ? આપ અને બીજેપીના કોર્પોરેટરોના ઝઘડાનું આ છે અસલી કારણ
તેમણે કહ્યું કે મને નથી લાગતું તે આવું કરે. 72 વર્ષના વૃદ્ધ મહિલા છે. તેના માતા જેવા છે. તે ફક્ત 34 વર્ષનો યુવક છે. તે આવું કેવી રીતે કરી શકે? તે પરણિત છે અને તેને એક પુત્રી છે. મહિલાએ પેમેન્ટની માંગણી કરી હતી અને તે કરી દેવામાં આવી હતી. ખબર નથી પછી શું થયું. બની શકે કે તેમણે કેટલીક ડિમાન્ડ કરી હોય અને તે પુરી થઇ ના હોય, જેનાથી તે નિરાશ થયા હો. કદાચ બ્લેકમેલિંગ થઇ હોય, કશુંક તો થયું છે.
આરોપીના પિતાને દિલ્હી પોલીસે બોલાવ્યા
ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસે આરોપીના પિતા શ્યામ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યા છે. ઘણા કોલ્સ પછી પણ તે રિસ્પોન્સ આપી રહ્યા નથી. દિલ્હી પોલીસે આ મામલાથી સંબંધિત બે લોકોની આજે મુંબઈમાં પૂછપરછ કરી હતી.
શું છે ઘટના
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નશાની ધૂતમાં એક વ્યક્તિએ શરમજનક હરકત કરતા બિઝનેસ ક્લાસમાં બેઠેલી એક 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો હતો. આરોપ છે કે મહિલાની ફરિયાદ છતા કેબિન ક્રૂ મેમ્બર્સ તરફથી વ્યક્તિ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રેશેખરનને પત્ર લખ્યો હતો ત્યારે મામલાની તપાસ શરૂ થઇ હતી. આ ઘટના 26 નવેમ્બર 2022ની છે.