દુનિયાભરમાં અનેક એવા વિમાનો છે જે પોતાની વિશેષતાઓથી અન્ય વિમાનો કરતા અલગ તરી આવે છે. એરબસ બેલુગા વિમાનને દુનિયાનું સૌથી વિશાળ વિમાન માનવામાં આવે છે. એરબસ બેલુગા વિમાન બુધવારે મુંબઈના છત્રપ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉતર્યું હતું. વિમાનને પહેલી નજરમાં જોતા લોકોની આંખો પહોળી જ રહી ગઈ હતી. આ સુપર ટ્રાન્સ્પોર્ટર એક વ્હેલ માછલીના આકરનું છે. આ વિમાન પોતાના ભીમકાય આકારના કારણે હવાઈ યાત્રીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે જ પોતાનામાં જ અનોખું છે. સોશિયલ મીડિયા ઉપર આ એરક્રાફ્ટની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
બેલુગા વ્હેલના નામ પર રાખવામાં આવ્યું વિમાનનું નામ
એરબસ બેલુગા એટલા માટે અલગ છે કારણ કરે આ વિમાનનો આકાર અન્ય વિમાનોની તુલનામાં ખૂબ જ વિશાળ છે. આનું નામ એરબસ બેલુગા એક બેલુગા વ્હેલ માછલીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વિમાનનો ઉપયોગ મોટી અને ભારે વસ્તુઓ જેવા કે વાહનો અને વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોના પરિવહન માટે કરવામાં આવે છે.
20 નવેમ્બરે કોલકાતા એરપોર્ટ ઉપર ઉતર્યું હતું
વ્હેલ જેવું દેખાતું વિમાન 20 નવેમ્બરે કોલકાત્તા એરપોર્ટ ઉપર ઉતર્યું હતું. કોલકાત્તા એરપોર્ટ તરફથી સત્તાવાર ટ્વીટમાં લખ્યું હતું કે “કોણ આવ્યું છે! ફરીથી વ્હેલ આવી છે”
આ પણ વાંચોઃ- માત્ર ₹ 10 હજારમાં ઘરે લઇ જવા TVSની Apache RTR બાઇક, જાણો કેવી રીતે
ટ્રેનના બે ડબ્બથી પણ લાબું છે આ વિમાન
આ વિમાનના આકારની વાત કરીએ તો આ વિમાનની લંબાઈ ટ્રેનના બે ડબ્બાને લાઈનમાં ઊભા રાખવામાં આવે તો પણ વિમાન તેનાથી મોટું દેખાશે. આ વિમાનની લંબાઈ 184 ફૂટ છે. વિમાનની ઉંચાઈ 56.7 ફૂટ છે. આ વિમાન એકવારમાં 40,700 કિલો વજન લઈ જવાની ક્ષમતા ધરાવે છે. વિમાન સંપૂર્ણ પણે ખાલી હોય છે ત્યારે વિમાનનું વજન 86,500 કિલો હોય છે. વિમાનના પાંખોની લંબાઈ 147.1 ફૂટ છે. આ વિમાન 1,55,000 કિલોથી વધારે વજન સાથે ઉડાન ભરી શકે છે. ઇંધણની વાત કરીએ તો આ વિમાનમાં 23,860 લિટર ફ્યૂલ આવે છે.
આ પણ વાંચોઃ- પહેલી વખત ઓફર! બેસ્ટસેલર 5G ફોન પર 16000 રૂપિયાની વધારાની છૂટ
બેલુગા વ્હેલ માછલી જેવી છે ડિઝાઈન
આ વિમાનની ડિઝાઈન બેલુગા વ્હેલ માછલી જેવા આકારની છે. આ જ કારણે વિમાનનું નામ બેલુગા આપવામાં આવ્યું છે. આ દુનિયાના સૌથી મોટા વિમાનોમાં સામેલ છે. જાણકારી પ્રમાણે આ વિમાને પોતાની પહેલી ઉડાન 13 સપ્ટેમ્બર 1994માં ભરી હતી. આ વિશાલકાય વિમાનને માત્ર બે પાયલટ જ ઉડાવે છે.
આશરે 864 કિલોમિટરની છે સ્પીડ
બેલુગા એરબસ વિમાનની હાઇસ્પીડ આશરે 864 કિલોમિટર પ્રતિ કલાકની છે. આ વિમાન એક વારમાં 35,000 ફૂટની ઉંચાઈ સુધી અને 2779 કિલોમીટર સુધી અંતર કાપી શકે છે. આ વિમાનમાં જનરલ ઇલેક્ટ્રિક સીએફ6-80સી2એ8 ટર્બોફેન એન્જીન લાગેલા છે.
મુંબઈ એરપોર્ટના સત્તાવાર ટ્વિટર પર પોસ્ટ કરાઈ તસવીરો
વિમાનની તસવીરો શેર કરતા એરપોર્ટના સત્તાવાર ટ્વિટર પર લખ્યું હતું કે “જુઓ @CSMIA_Official પર કોણે પિટસ્ટોપ બનાવ્યું, એરબસ બેલુગા સુપર ટ્રાન્સ્પોર્ટરે પહેલીવાર #MumbaiAirport પોતાની ઉપસ્થિતિ નોંધાવી અને અમને અચંભિત કરી દીધા. અમને જણાવો કે તમે તેની અનોખી ડિઝાઇન વિશે શું વિચારો છો?”