Airbus C-295 | ભારત : એરફોર્સની તાકાત વધી, એરબસે ભારતને સોપ્યું પ્રથમ C-295 એરક્રાફ્ટ, જાણો શું છે તેની ખાસિયત?

Airbus C-295 Indian Air Force : ભારતીય સૈન્ય શક્તિમાં વધારો થયો છે. એરબસ C-295 કાર્ગો વિમાન ભારતીય વાયુસેનામાં સમાવેશ થયો છે. તો જોઈએ આ કાર્ગો વિમાનની ખાસિયત.

Written by Kiran Mehta
Updated : September 13, 2023 19:16 IST
Airbus C-295 | ભારત : એરફોર્સની તાકાત વધી, એરબસે ભારતને સોપ્યું પ્રથમ C-295 એરક્રાફ્ટ, જાણો શું છે તેની ખાસિયત?
એરબસ સી 295 કાર્ગો પ્લેન - ભારતીય વાયુસેના

Airbus C-295 | એરબસ C-295 : ભારતીય વાયુસેનાના કાફલામાં વધુ એક શક્તિશાળી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉમેરવા જઈ રહ્યું છે. એરબસ કંપનીએ સ્પેનના સેવિલેમાં ભારતીય વાયુસેનાને પ્રથમ C-295 ટ્રાન્સ સપોર્ટ એરક્રાફ્ટ સોંપ્યું છે. એરફોર્સ ચીફ વીઆર ચૌધરી પોતે સ્પેનથી આ એરક્રાફ્ટ લેવા પહોંચ્યા છે. C-295 એરક્રાફ્ટ 25 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના હિંડન એરબેઝ પહોંચશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ વિમાનને ઔપચારિક રીતે વાયુસેનાના કાફલામાં સામેલ કરશે.

સ્પેન સાથે 56 એરક્રાફ્ટ માટે ડીલ પર હસ્તાક્ષર કર્યા

ભારત સરકારે બે વર્ષ પહેલા એરબસ કંપની સાથે 56 એરક્રાફ્ટનો સોદો કર્યો હતો. જેમાંથી 16 એરક્રાફ્ટ સ્પેનથી આવવાના હતા. આ દરમિયાન, 40 એરક્રાફ્ટ માત્ર ભારતમાં જ બનાવવામાં આવશે. આનું નિર્માણ ગુજરાતના વડોદરામાં થશે. કરાર હેઠળ એરબસ કંપની 4 વર્ષમાં 16 એરક્રાફ્ટની ડિલિવરી કરશે. સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપી છે કે, ભારતને મે 2024 સુધીમાં બીજું C-295 વિમાન મળશે. ભારતીય વાયુસેનાને ઓગસ્ટ 2025 સુધીમાં 16 એરક્રાફ્ટ મળશે. ભારતનું પ્રથમ સ્વદેશી C-295 એરક્રાફ્ટ વર્ષ 2026 સુધીમાં ઉપલબ્ધ થશે. અન્ય 39 સ્વદેશી વિમાનો 2031 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે. ભારતે આ ડીલ 21 હજાર કરોડ રૂપિયામાં કરી હતી.

વિશેષતા શું છે?

C-295 એરક્રાફ્ટ ટૂંકા ટેક-ઓફ અને લેન્ડિંગની ક્ષમતા ધરાવે છે. આ વિમાન 844 મીટરના રનવે પરથી પણ ઉડાન ભરી શકે છે. આ એરક્રાફ્ટને લેન્ડ કરવા માટે માત્ર 420 મીટર લાંબો રનવે જરૂરી છે. C-295 એરક્રાફ્ટ 11 કલાક સુધી સતત ઉડાન ભરવામાં સક્ષમ છે. આ એરક્રાફ્ટને હવામાં જ રિફ્યુઅલ કરી શકાય છે. પર્વતીય વિસ્તારોમાં પણ સી-295 એરક્રાફ્ટને સરળતાથી લેન્ડ કરી શકાય છે. આ એરક્રાફ્ટ 9250 કિગ્રા વજન ઉપાડવામાં સક્ષમ છે. આ વિમાનમાં બે એન્જિન છે અને વિમાન 482 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. C-295 એરક્રાફ્ટ એક એન્જિનની મદદથી 13 હજાર 533 ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે. બંને એન્જિનની મદદથી તે 30 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. તમને જણાવી દઈએ કે, C-295 એરક્રાફ્ટ એક ટ્રાન્સ સપોર્ટ એરક્રાફ્ટ છે જે, નવ ટનના પેલોડ સાથે 71 સૈનિકોને લઈ જવા માટે સક્ષમ છે.

C-295 ક્યાં વપરાય છે?

C-295 વ્યૂહાત્મક વિમાન તરીકે દેશની સરહદની નજીકના મુખ્ય એરફિલ્ડ્સથી ઓપરેશનલ એરફિલ્ડ્સ સુધી સૈનિકો અને રાશન લઈ જવામાં સક્ષમ છે. તે ટૂંકી અને સાંકડી એરસ્ટ્રીપ્સ પર પણ સરળતાથી કામ કરી શકે છે કારણ કે તે ટૂંકા ટેક-ઓફ અને લેન્ડિંગ માટે સક્ષમ છે. એરબસ કહે છે કે, તે માત્ર 2,200 ફીટ લાંબા ટૂંકા રનવે પરથી કામ કરી શકે છે અને 110 નોટ્સ જેટલી ઓછી ઝડપે ઉડતા વ્યૂહાત્મક મિશન માટે ઓછી ઝડપે સરળતાથી કામ કરી શકે છે.

આ પણ વાંચોજી20 સમિટ : ચીન ડેલિગેશન પાસે હતી રહસ્યમય બેગ, ચેકિંગને લઈ તાજ હોટલમાં 12 કલાક ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા

આ દેશોમાં C-295 તૈનાત છે

એરબસ અનુસાર, C-295 દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલના જંગલો અને કોલંબિયાના પર્વતો, મધ્ય પૂર્વમાં અલ્જેરિયા અને જોર્ડનના રણમાં અને યુરોપમાં પોલેન્ડ અને ફિનલેન્ડના ઠંડા વાતાવરણમાં સરળતાથી કામ કરે છે. આ વિમાને ચાડ, ઈરાક અને અફઘાનિસ્તાનમાં લશ્કરી કાર્યવાહીમાં પણ ઉડાન ભરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ