scorecardresearch

અમેરિકાની મોટી જાહેરાત, આ વર્ષે 10 લાખ ભારતીયોને આપશે વીઝા

American Visa Application: ભારતીય નાગરિકો માટે પ્રક્રિયાને સરળ બનાવવા માટે વીકએન્ડમાં ઇન્ટરવ્યૂ સ્લોટ ખોલવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે

અમેરિકાની મોટી જાહેરાત, આ વર્ષે 10 લાખ ભારતીયોને આપશે વીઝા
પ્રતિકાત્મક તસવીર (Express file photo by Abhinav Saha)

અમેરિકા તરફથી ભારતીય માટે સારા સમાચાર છે. ગત મહિને અમેરિકાએ ભારતીયો માટે વીઝા સ્લોટ ખોલ્યા હતા. વધુ એક વખત અમેરિકાએ ભારતીયોને એક ભેટ આપી છે. અમેરિકાએ જાહેરાત કરી છે કે તે 10 લાખ ભારતીય નાગરિકોને આ વર્ષે વીઝા જારી કરશે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં અમેરિકી દૂતાવાસના એક પ્રવક્તાએ કહ્યું કે અમેરિકી મિશને પહેલા જ ભારતમાં અમારા દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોમાં બે લાખથી વધારે અરજીને પ્રોસેસ કરી છે. અમે 2023માં 10 લાખથી વધારે વીઝા અરજીને પ્રોસેસ કરવાના પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ટ્રેક પર છીએ.

અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે અમારો લક્ષ્ય 10 લાખ વીઝા અરજીને પ્રોસેસ કરવાનો છે. જેમાં બધી શ્રેણીઓના વીઝા સામેલ છે. અમેરિકી દૂતાવાસના મતે 2022માં યૂએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આખી દુનિયામાંથી લગભગ 90 લાખ અપ્રવાસી વીઝા પ્રોસેસ કર્યા હતા. આ વીઝામાં બિઝનેસ, ટ્રાવેલ, સ્ટૂડન્ટ્સ અને ક્રુ વીઝા સામેલ છે.

આ પણ વાંચો – ભારતે યુરોપિયન યુનિયનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસમાં કર્યો વધારો

પોતાના ટાર્ગેટને પુરો કરવા માટે અમેરિકી દૂતાવાસમાં સ્ટોક વધારવામાં આવી રહ્યો છે. આ સિવાય ડ્રોપ-બોક્સ સુવિધાઓના દાયરાનું વિસ્તાર કરવામાં આવી રહ્યું છે. ભારતીય નાગરિકો માટે પ્રક્રિયાને સરળ બનાવવા માટે વીકએન્ડમાં ઇન્ટરવ્યૂ સ્લોટ ખોલવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. વીઝા માટે વેટિંગ ટાઇમમાં પહેલા જ ઘણા ઘડાટો થયો છે.

જાન્યુઆરીમાં અમેરિકી દૂતાવાસે શનિવારે ઇન્ટરવ્યૂ સ્લોટ આપવાની શરૂઆત કરી હતી. તેનો ઉદ્દેશ્ય કોરોના મહામારીના કારણે વીઝાના બેકલોકને ક્લિયર કરવાનો હતો. એક નિવેદનમાં અમેરિકી મિશને જણાવ્યું કે તેણે ભારતમાં રહેલા પોતાના દિલ્હી, મુંબઈ, ચેન્નઇ, કોલકાતા અને હૈદરાબાદની ઓફિસોમાં સ્ટોકની સંખ્યા વધારી છે.

દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું કે 10 લાખ વીઝા આપવાનો પ્લાન ખાસ રીતે ભારતીયો માટે છે. આનાથી બન્ને દેશોના લોકોના સંબંધો વધારે મજબૂત થશે. અમેરિકાના વીઝા ઇચ્છતા ભારતીય નાગરિકો માટે હાલમાં જ ઇન્ટરવ્યૂમાં છૂટનો ગાળો વધાર્યો છે. ગત મહિને ભારતમાં અમેરિકી દૂતાવાસે કહ્યું હતું કે જે ભારતીય વિદેશ યાત્રા કરી રહ્યા છે તે અમેરિકી દૂતાવાસ કે વાણિજ્ય દૂતાવાસમાં વીઝા એપાઇન્ટમેન્ટ મેળવી શકે છે.

Web Title: America to issue 10 lakh visa to indian citizens

Best of Express