દિવ્યા ગોયલ : ઝંડો, પ્રતિક ચિહ્ન અને પ્રસ્તાવિત “ખાલિસ્તાન”ની ચલણથી માંડીને વારિસ પંડાબ ડે ચીફ અમૃતપાલ સિંહના આનંદપુર ખાલિસ્તાન ફોજ (AFK) નો ભાગ બનવા માટે પ્રશિક્ષિત પુરુષો દ્વારા અગ્નિ હથિયારોના અભ્યાના વીડિયો સહિત, પંજાબ પોલીસે શુક્રવારે ઘણા ઉગ્રવાદીઓને ઝડપી લીધા હતા. ઉપદેશકના કથિત બંદૂકધારીમાંથી એક પાસેથી જપ્ત કરાયેલા ફોનમાંથી આ સામગ્રી મળી.
ખન્ના પોલીસે તેજિંદર સિંહ ગિલ ઉર્ફે ગોરખા બાબા (42)ની ધરપકડ કરી હતી.
જ્યારે અમૃતપાલ તેની અને વારિસ પંજાબ ડેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ત્યારથી પોલીસથી બચવા છુપાઈ રહ્યો છે, તેના કેટલાક સહયોગીઓ હવે કસ્ટડીમાં છે.
લુધિયાણાના મંગેવાલ ગામનો રહેવાસી તેજિંદરની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. તેજિન્દરના અમૃતપાલ સાથે શસ્ત્રો લઈને જતા અનેક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, તેજિન્દરની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે જાણવા મળ્યું હતું કે, તેના નામ પર કોઈ શસ્ત્ર લાઇસન્સ જાહેર કરવામાં આવ્યું નથી અને તેણે સોશિયલ મીડિયા પર હથિયારો સાથેની તસવીરો પોસ્ટ કરી હતી.

ખન્નાના એસએસપી અમ્નીત કોંડલે કહ્યું કે, તેજિન્દરના ફોનમાંથી ઘણા વીડિયો મળી આવ્યા છે, જેમાં તે હથિયારો લોડ કરતો અને ફાયરિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. તે AKF ના સભ્ય હતા – “ખાનગી સેના જેને અમૃતપાલ દ્વારા ઉભી કરવામાં આવી રહી હતી”
તેજિન્દરે પ્રાથમિક પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, AKFના તમામ સભ્યોને બેલ્ટ નંબર આપવામાં આવ્યા હતા, ઉદાહરણ તરીકે, AKF 3, AKF 56, AKF 47 અને તેથી વધુ, કોન્ડલે જણાવ્યું હતું કે, ગ્રુપના લોગો અને AKF WhatsApp સાથેના જેકેટ્સ પહેરેવા AKF સભ્યોના વીડિયો અને ફોટો સાથે જોડાયેલું વોટ્સઅપ ગ્રુપ ચેટ પણ મળ્યું.

એસએસપીએ કહ્યું કે, બે વ્હોટ્સએપ ગ્રુપ – ‘એકેએફ’ અને ‘અમૃતપાલ ટાઈગર ફોર્સ’નું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ગ્રુપના વધુ સભ્યોને ગ્રુપમાં સામેલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. બાદમાં અમૃતપાલ દ્વારા સભ્યોને પગાર ચૂકવવામાં આવતો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે, “સભ્યો એવા યુવાનો હતા, જેઓ વારિસ પંજાબ ડે દ્વારા સંચાલિત વ્યસન મુક્તિ કેન્દ્રોમાં આવ્યા હતા અને બાદમાં તેમને તાલીમ આપવામાં આવી હતી અને ફાયરિંગ ડ્રીલ સહિત માર્શલ અને હથિયારોની તાલીમ આપવામાં આવી હતી.”
પોલીસે જણાવ્યું હતું કે, તેજિન્દર પણ ડ્રગ્સનો વ્યસની હતો અને થોડા મહિનાઓ પહેલા અમૃતપાલના મૂળ ગામ જલ્લુપુર ખેડાના અમૃતસરમાં એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં જોડાયો હતો. ટૂંક સમયમાં, તેને અમૃતપાલના બંદૂકધારી તરીકે “બઢતી” આપવામાં આવી અને તેને હથિયારોની તાલીમ આપવામાં આવી.

પોલીસે જણાવ્યું હતું કે, ભૂતકાળના રેકોર્ડ્સ દર્શાવે છે કે, તેજિન્દર વિરુદ્ધ બે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, એક આબકારી કાયદા હેઠળ કથિત દારૂની દાણચોરી માટે જેમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો, અને બીજી ફરિયાદ હુમલા માટે, જેમાં બંને પક્ષો વચ્ચે પછી સમાધાન થયું હતું. તેના આધારે ફરિયાદ રદ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે, તેજિન્દર ક્લોઝ પ્રોટેક્શન ટીમ (CPT)નો સભ્ય હતો, જેને અમૃતપાલની સુરક્ષા સોંપવામાં આવી હતી.
“તે બિક્રમજીત સિંહ ખાલસા દ્વારા અમૃતપાલના સંપર્કમાં આવ્યો હતો, જેમને તે દિલ્હીની બહારના ખેડૂત આંદોલન દરમિયાન મળ્યા હતા. તે પાંચ મહિના પહેલા જલ્લુપુર ખેડા ગયો હતો અને અમૃતપાલ સાથે ગનમેન તરીકે જોડાયો હતો. તેઓને શસ્ત્રો આપવામાં આવ્યા હતા (AKF ચિહ્નો સાથે) અને અમૃતપાલના મૂળ ગામમાં ફાયરિંગ રેન્જમાં નિયમિત ગોળીબાર અભ્યાસ અને લશ્કરી અભ્યાસમાં ભાગ લીધો હતો.

એસએસપી કોંડલે જણાવ્યું હતું કે, તેજિન્દરના ફોનમાંથી જપ્ત કરાયેલા ઝંડામાં “ધ્વજની ડિઝાઇન, પ્રતીક અને પ્રસ્તાવિત ખાલિસ્તાન રાજ્યનો નકશો” સામેલ છે. ફોનમાં AKF હોલોગ્રામ અને ખાલિસ્તાન ચલણના ચિત્રો સાથે “$10” ની નોટ પણ હતી. પાકિસ્તાની નાગરિકના ડ્રાઇવિંગ લાયસન્સની તસવીર પણ હતી. “ખાલિસ્તાન ધ્વજ” પર કેટલાક ઉર્દૂ શબ્દો હતા, એસએસપીએ જણાવ્યું હતું કે, અમૃતપાલના ગામના કામચલાઉ ફાયરિંગ રેન્જમાં ફાયરિંગ પ્રેક્ટિસના વીડિયો પણ હતા.
પોલીસે જણાવ્યું કે, ગુરબેજ સિંહ ઉર્ફે ભેજાએ બે મહિના પહેલા એકેએફના લોગોવાળા 10 બુલેટ પ્રૂફ જેકેટની વ્યવસ્થા કરી હતી. તેમણે જાલુપુર ખેડા ખાતે કામચલાઉ ફાયરિંગ રેન્જમાં વારિસ પંજાબ ડેના નવા સામેલ કરાયેલા સભ્યોને શસ્ત્રોની તાલીમ અને માર્શલ તાલીમ પણ આપી હતી. એસએસપીએ જણાવ્યું હતું કે, “હથિયારોને જોડવા, અલગ કરવા, તેને સાફ કરવામાં કુશળતા દેખાડતા સભ્યોના વિડિયો મેળવ્યા છે.”
તેજિન્દરે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, અમૃતપાલની સુરક્ષા માટે હરસિમરત સિંહ હુંદલ ઉર્ફે લાભ સિંહ ઉર્ફે ટાઈગર જવાબદાર હતો.
“તેણે શસ્ત્રોની દેખરેખ રાખી અને રોજ-બ-રોજ તેને નજીકના સુરક્ષા ટીમના સભ્યોને સોંપી. તમામ હથિયારો અને બુલેટ પ્રૂફ જેકેટ પર AKF હોલોગ્રામ લખેલું હતું. કેટલાક હથિયારોમાં લાંબા અંતરની ટેલિસ્કોપ પણ ફીટ કરવામાં આવી હતી.
ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને 336 અને આર્મ્સ એક્ટની કલમ 27, 54 અને 59 હેઠળ મલૌદ પોલીસ સ્ટેશનમાં તેજિન્દર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
આ પણ વાંચો – અમૃતપાલ સિંહ જે કારમાં ભાગ્યો તે પોલીસે જપ્ત કરી, ભગાડવામાં મદદ કરનાર ચાર આરોપીઓ પકડાયા
ગુરુવાર તેજિન્દર અમૃતપાલ સાથે શસ્ત્રો લઈને જતા અનેક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, તેજિન્દરની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે જાણવા મળ્યું હતું કે, તેના નામ પર કોઈ શસ્ત્ર લાઇસન્સ જારી કરવામાં આવ્યું નથી અને તેણે સોશિયલ મીડિયા પર હથિયારો સાથેની તસવીરો પોસ્ટ કરી હતી.
(અનુવાદ – કિરણ મહેતા)