પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની એનઆરઆઈ પત્નીની પૂછપરછ કરી, જાણો ઘટનાની અપડેટ્સ

Amritpal Singh Updates: અમૃતપાલ સિંહ જે મોટરસાઇકલ પર ભાગ્યો હતો તે જાલંધર કેંટોનમેન્ટ એરિયાથી મળી આવ્યું છે

Written by Ashish Goyal
March 22, 2023 19:06 IST
પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની એનઆરઆઈ પત્નીની પૂછપરછ કરી, જાણો ઘટનાની અપડેટ્સ
અમૃતપાલ સિંહ જે મોટરસાઇકલ પર ભાગ્યો હતો તે જાલંધર કેંટોનમેન્ટ એરિયાથી મળી આવ્યું

વારિસ પંજાબ દે ચીફ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને શોધવા માટે પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે પોલીસ હજુ તેની ભાળ મેળવી શકી નથી. જાસુસી એજન્સીઓને શંકા છે કે તે પાકિસ્તાન કે નેપાળના રસ્તે ફરાર થઇ શકે છે જેના કારણે આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. એક દિવસ પહેલા એ જાણકારી સામે આવી હતી કે જે દિવસે તે ભાગ્યો હતો તે દિવસે જાલંધરના એક ગુરુદ્વારામાં થોડા સમય માટે રોકાયો હતો.

18 માર્ચે અમૃતપાલ સિંહ જાલંધર જિલ્લાના નંગલ અંબિયન ગામના ગુરુદ્વારામાં થોડાક સમય માટે રોકાયો હતો. ગુરુદ્વારાના ગ્રંથી રણજીતે જણાવ્યું કે તે બપોરે લગભગ 1 વાગ્યે અહીં આવ્યો હતો, જ્યારે તેમને ખબરી પડી કે તે આવ્યો છે તો તે ડરી ગયા હતા કારણ કે થોડાક દિવસો પહેલા તેના સહયોગીયોએ અહીં તોડફોડ કરી હતી. જ્યારે તેણે જણાવ્યું કે કોઇ કાર્યક્રમ માટે કપડા જોઈએ છે તો તેમણે રાહત અનુભવી હતી. તેમણે જણાવ્યું કે તેમને ખબર ન હતી કે તેની પાછળ પોલીસ લાગેલી છે.

અમૃતપાલ સિંહ કેસના મોટા અપડેટ્સ

  • પંજાબ પોલીસ 22 માર્ચે અમૃતપાલ સિંહના ગામ જલ્લુપુર ખેડા પહોંચી હતી અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. તેની માતા અને પત્ની કિરણ દીપની પૂછપરછ કરી હતી. કિરણ દીપ બ્રિટીશ મૂળની એનઆરઆઈ છે અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલની સદસ્ય છે. 2022માં ખાલિસ્તાની સંગઠન માટે કથિત રીતે પૈસા ભેગા કરવાના મામલામાં તેનું નામ આવ્યું હતું.

  • અમૃતપાલ સિંહ જે મોટરસાઇકલ પર ભાગ્યો હતો તે જાલંધર કેંટોનમેન્ટ એરિયાથી મળી આવ્યું છે. જાલંધર રેન્જના ડીઆઈજીએ ઇન્ડિયન એક્સપ્રેસને આ જાણકારી આપી હતી.

આ પણ વાંચો – અમૃતપાલ સિંહ જે કારમાં ભાગ્યો તે પોલીસે જપ્ત કરી, ભગાડવામાં મદદ કરનાર ચાર આરોપીઓ પકડાયા

  • બુધવારે પંજાબ વિધાનસભામાં આ મામલો ઉઠ્યો હતો. રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચાથી ઇન્કાર પછી ધારાસભ્યોએ હંગામો કર્યો હતો. જેવો વિધાનસભાના બજેટ સત્રમાં પશ્નકાળ શરુ થયો વિપક્ષ અને કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ બાજવાએ અધ્યક્ષને પોતાની પાર્ટી દ્વારા લો એન્ડ ઓર્ડરના મુદ્દા પર સ્થગન પ્રસ્તાવ પર સવાલ કર્યો હતો. સ્પીકર કુલ્તાર સિંહ સંઘવાને જણાવ્યું કે કોંગ્રેસના પ્રસ્તાવને અસ્વીકાર કરી દીધો છે. આ પછી કોંગ્રેસે નારેબાજી શરુ કરી હતી.

  • શિરોમણી અકાલી દળના ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ અમૃતપાલ સિંહ અને વારિસ પંજાબ દે ના સભ્યો સામે પોલીસ કાર્યવાહીનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજ્યમાં આતંકનો માહોલ બનાવવામાં આવ્યો છે. પોલીસે રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓના પ્રતિબંધને પણ ટિકા કરી હતી.

  • મનપ્રીત સિંહ અયાલીએ પંજાબના લોકો પર એનએસએ લગાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એનએસએ એક્ટનો વિરોધ કર્યો અને તે હટાવવાની માંગણી કરી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ