Cheetah Helicopter Crash: અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પાસે ભારતીય સેનાનું એક ચીતા હેલિકોપ્ટર બુધવારે (5 ઓક્ટોબર 2023) દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત નીપજ્યું હતું. સેનાના અધિકારીએ દુર્ઘટના અંગે જાણકારી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે બુધવારે બપોરે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પાયલટ કર્નલ સૌરભ યાદવ ખરાબ રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ચાલક દળના અન્ય સભ્યની સારવાર ચાલું છે. દુર્ઘટના બાદ બંને પાયલટોને નજીકની હોસ્પિટલમાં જઈ જવાયા હતા. જ્યાં એક પાયલટે દમ તોડ્યો હતો.
આ પણ વાંચોઃ- મુંબઈઃ બાંદ્રા વર્લી સીલિંક ઉપર એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત, પાંચના મોત, 8 ઘાયલ
મળતી માહિતી પ્રમાણે હેલિકોપ્ટર ન્યામજંગ ચૂ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પાંચમી ઇન્ફેન્ટ્રી ડિવીઝનના જનરલ ઓફિસર કમાંડિંગને છોડીને ચીતા હેલીકોપ્ટર સુરવા સાંબા વિસ્તારથી આવી રહ્યું હતું. જોકે, અત્યારે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણો જાણવા મળ્યા નથી.
બીજી તરફ દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાજ ક્રેશનું ચોક્કસ કારણ જાણવા મળશે.