scorecardresearch

ASER સર્વેક્ષણએ મહામારી બાદ શીખવામાં વિક્ષેપ અને પુનરુત્થાનની રૂપરેખા તૈયાર કરી

ASER survey: કોરોના મહામારીના કારણે ભારતમાં લાંબા સમય માટે શાળાઓ બંઘ રહી હતી.જેના કારણ શિક્ષણ ક્ષેત્ર પર અને બાળકો પર તેની અસર પડી છે. ત્યારે ASER સર્વેક્ષણમાં શું છે અંગે વિગતવાર આ અહેવાલમાં જાણીએ.

ASER સર્વેક્ષણએ મહામારી બાદ શીખવામાં વિક્ષેપ અને પુનરુત્થાનની રૂપરેખા તૈયાર કરી
કોરોના મહામારી બાદ ASER સર્વેક્ષણ રિપોર્ટમાં મોટો ખુલાસો

વિલિમા વઢવા: કોરોના મહામારીના ચાર વર્ષ બાદ વર્ષ 2022માં રાષ્ટ્રીય એએસઇઆર (ASER) સવર્ક્ષેણ સત્રમાં પરત આવ્યું હતુ. જે અંતર્ગત બાળકોની નોંઘણી અને પ્રાઇમરી અભ્યાસ તથા અંકગણિત ક્ષમતા સમજવા માટે દેશના 616 ગ્રામિણ જિલ્લાઓ સુધી પહોંચ બનાવાય હતી. કોરોના મહામારીના કારણે માર્ચ 2020માં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્ચારે ભારત વિશ્વમાં સૌથી લાંબા સમય માટે શાળાઓ બંધ રાખવામાંથી એક હોવાની વિગતો પ્રાપ્ત છે. સ્કૂલો લગભગ બે વર્ષ બંધ રહી હતી.

કોરોના મહામારીનો શિક્ષણ ક્ષેત્ર પર બમણો પ્રભાવ પડવાની આશંકા હતી. ખાસ કરીને લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેવાથી વિધાર્થીઓમાં શીખવાની ખુંટ અને કુટુંબના ઓછા બજેટને કારણે મોટે ભાગે મોટા બાળકોમાં ડ્રોપઆઉટના ઊંચા દર.

કોવિડ 19ના સમયગાળા દરમિયાન ASER સર્વે માટે અવસરોની શોધ કરી રહી હતી અને ફેબ્રુઆરી 2021માં કર્ણાટક, ઓક્ટોબરમાં છત્તીસગઢ તેમજ ડિસેમ્બરમાં પશ્લિમ બંગાળમાં પ્રતિનિધિ સર્વેક્ષણ હાથ ધર્યું હતું. આ ત્રણેય રાજય સ્તરીય સર્વેક્ષણોના અનુમાનોનો ઉપયોગ બાળકોમાં શીખવાની ખોટની સીમાને સમજવાના પ્રયાસના ભાગરૂપે કરી શકાય છે. આ રાજ્ય સ્તરીય અનુમાન અત્યંત ઉપયોગી છે. કારણ કે વર્ષ 2018 અને 2022 વચ્ચે આપણી પાસે શીખવા માટે આ એકમાત્ર અનુમાન છે.

આ પણ વાંચો: પીએમ સાથે મુલાકાત પહેલા BJPના નેતાઓના ફોન કેમ લેવામાં આવ્યા?

ઉલ્લેખનીય છે કે, દેશ ઘણા વર્ષો સુધી સ્થિર રહ્યા બાદ વર્ષ 2014 અને 2018 આ સમયગાળા દરમિયાન લોકોમાં શીખવાના સ્તરમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો હતો. જેમ કે અખિલ ભારતીય સ્તર પર ધોરણ 3ના બાળકોનું પ્રમાણ કે જેઓ વર્ગ II સ્તરનું ટેક્સ્ટ (ગ્રેડ-લેવલ વાંચન માટે પ્રોક્સી) વાંચી શકતા હતા. તે વર્ષ 2014માં 23.6 ટકાથી વધીને 2018માં 27.2 ટકા થયું હતું. ASER 2022 આ પ્રમાણમાં 20.5 ટકાનો મોટો ઘટાડો દર્શાવ્યો છે.

ASER સર્વે શું છે?

ASERનો અર્થ એજ્યુકેશન રિપોર્ટની વાર્ષિક સ્થિતિ છે. આ એક વાર્ષિક સર્વેક્ષણ છે જેનો ઉદ્દેશ્ય ભારતના દરેક જિલ્લા અને રાજ્ય માટે બાળકોની નોંધણી અને મૂળભૂત શિક્ષણ સ્તર (ગ્રેડ 1થી 8)નો વિશ્વસનીય અંદાજ પૂરો પાડવાનો છે. આ સર્વેક્ષણ ભારતના તમામ ગ્રામીણ જિલ્લાઓમાં 2005થી દર વર્ષે યોજાય છે. તે ભારતમાં સૌથી મોટો નાગરિક આગેવાની સર્વે છે. આજે ભારતમાં ઉપલબ્ધ બાળકોના ભણતરના પરિણામોની માહિતીનો તે એકમાત્ર વાર્ષિક સ્ત્રોત પણ છે.

આ પણ વાંચો: Bugdet 2023: ભારતીય રેલ માટે થઈ શકે છે ધમાકેદાર એલાન, 35 હાઇડ્રોજન ટ્રેન, 500 વંદે ભારત

ASER સર્વેમાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા વિધાર્થીઓના સ્તરની તપાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે 3થી 16 વર્ષની વયજૂથના બાળકોને ASER સર્વેમાં સામેલ કરવામાં આવે છે. સર્વે વિષય મુજબ કરવામાં આવે છે.

Web Title: Aser survey india after pandemic education opinion news

Best of Express