આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ રદ, ઉત્તરાખંડની જેમ યુસીસી લાગુ કરવાની દિશામાં પ્રથમ પગલું

Assam Repeals Muslim Marriage Act : આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરવામાં આવ્યો છે. હિંમત બિસ્વાની રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મુસ્લિમ મેરેજ એક્ટ રદ કર્યો છે.

Written by Ajay Saroya
Updated : February 24, 2024 08:24 IST
આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ રદ, ઉત્તરાખંડની જેમ યુસીસી લાગુ કરવાની દિશામાં પ્રથમ પગલું
Assam CM Himanta Biswa Sarma : આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા (Photo - @himantabiswa)

Assam Repeals Muslim Marriage Act : આસામ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યું તેવું દેખાય છે. આસામ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લેતા મુસ્લિમ મેરેજ એક્ટને નાબૂદ કરી દીધો છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય છે કારણ કે તેને યુસીસીનું પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, ઉત્તરાખંડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે, હવે આસામ પણ તે યાદીમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યું છે.

યુસીસી લાગુ કરવાની દિશામાં આસામ સરકારનું પ્રથમ પગલું

હકીકતમાં, આસામ સરકારે શુક્રવારે એક બેઠક બોલાવી અને મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા અધિનિયમ 1930 નાબૂદ કરી દીધો. હવે રાજ્ય સરકારની દલીલ છે કે બાળ લગ્ન રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, પરંતુ નિષ્ણાતો માને છે કે તેની અસર વ્યાપક થવાની છે. આને યુસીસીના અમલીકરણ તરફની દિશામાં પ્રથમ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી સરકારે આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ જોરશોરથી ચર્ચા શરૂ થઇ ગઇ છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે બિસ્વા સરકારે થોડા સમય પહેલા એક કમિટી બનાવી હતી. હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તે સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે ઇસ્લામમાં પણ બહુપત્નીત્વ ફરજિયાત નથી. આવી સ્થિતિમાં આ પ્રથાને તોડવા માટે કાયદો બનાવવાની વાત થઈ હતી. હવે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરીને એ દિશામાં એક પગલું ભરવામાં આવ્યું છે.

બહુપત્ની પ્રથાનો અંત

ગમે તે હોય, અહીં સમજવા જેવી વાત એ છે કે હિંદુ મેરેજ એક્ટ 1955ના અમલ પછી હિંદ, બૌદ્ધ અને શીખ સમુદાય બહુપત્નીત્વનો અંત આવ્યો છે. તેવી જ રીતે, ખ્રિસ્તીઓમાં પણ આ પરંપરા ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 હેઠળ નાબૂદ કરવામાં આવી છે. પરંતુ મુસ્લિમ સમુદાયમાં બહુપત્નીત્વ હજુ પણ સામાન્ય છે.

કેટલાક સંગઠનો ચોક્કસપણે આનો ઇનકાર કરે છે અને તેને ધાર્મિક આધારો પરના હુમલા તરીકે જુએ છે. પરંતુ આસામ સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે. અહીંની ભાજપ સરકાર 2026 સુધીમાં બાળ લગ્ન પર નવો કાયદો લાવવાનું પણ વિચારી રહી છે, જે સજા બે વર્ષથી વધારીને દસ વર્ષ કરવામાં આવશે.

ઉત્તરાખંડમાં યુસીસી લાગુ

UCC Bill, Uttarakhand, Uniform Civil Code
ઉત્તરાખંડમાં યુસીસીનો કમિટીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને સબમિટ કર્યો (Credit: Uttarakhand govt)

જો આપણે ઉત્તરાખંડ ના યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ તો તેમાં મુસ્લિમોની સાથે હિંદુઓ માટે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા મુસ્લિમ ધર્મમાં લગ્ન માટે કોઈ વય મર્યાદા ન હતી, જો છોકરો કે છોકરી યોગ્ય જણાય તો તેઓ લગ્ન કરી લેતા. પરંતુ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો હોવાથી લગ્નની ઉંમર નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો | ખેડૂતોની દિલ્હી કૂચ 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત, સંયુક્ત કિસાન મોરચાની જાહેરાત

ઉત્તરાખંડમાં લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. તેવી જ રીતે, પહેલા મુસ્લિમ ધર્મમાં બહુપત્નીત્વની મંજૂરી હતી, પરંતુ યુસીસીના આગમન પછી, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે બિલ પસાર કરવામાં આવ્યું છે તેમાં કેટલીક શરતો મૂકવામાં આવી છે. જો પ્રથમ લગ્નમાં છૂટાછેડા ન થયા હોય તો, તમે બીજા લગ્ન કરી શકતા નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ