6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના આજે પરિણામ, મતગણતરી શરૂ

Assembly Bypoll Results : મુંબઇ, બિહાર સહિત 6 રાજ્યોમાં જે સાત બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાંથી ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે બે જ્યારે શિવસેના અને આરજેડી પાસે એક-એક બેઠક હતી. (Among the seven seats where bypolls were held, the BJP held three seats and the Congress two, while the Shiv Sena and the RJD had one each.

Written by Ajay Saroya
November 06, 2022 08:29 IST
6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના આજે પરિણામ, મતગણતરી શરૂ

દેશની છ રાજ્યોની સાત બેઠકો પર 3 નવેમ્બર 2022ના રોજ યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આજે એટલે કે 6 નવેમ્બર 2022ના રોજ જાહેર થશે. આ સાત બેઠકો માટેની મતગણતરી સવારે 8 વાગે શરૂ થશે.

જે બેઠકો માટે ચૂંટણી યોજાઇ છે તેમાં હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક, મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ, બિહારની ગોપાલગંજ અને મોકામા બેઠક, તેલંગાણાની મુનુગોડે, ઉત્તરપ્રદેશની ગોલા ગોકર્ણનાથ અને ઓડિશાની ધામનગર વિધાનસભાની બેઠકો સામેલ છે.

આ છ રાજ્યોની સાત બેઠકો માટેની પેટા ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને પ્રાદેશિક પક્ષો જેમ કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS), રાષ્ટ્રીય જનતા દળ (RJD), સમાજવાદી પાર્ટી (SP), અને બીજુ જનતા દળ (BJD) વચ્ચે કટ્ટર સ્પર્ધા જોવા મળી હતી. જે સાત બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાંથી ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે બે જ્યારે શિવસેના અને આરજેડી પાસે એક-એક બેઠક હતી.

ભૂતપૂર્વ વર્તમાન ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા માટે વિધાનસભામાંથી રાજીનામું આપતા આદમપુરમાં પેટાચૂંટણીની જરૂર પડી હતી. તો મહારાષ્ટ્રમાં સેનાના ધારાસભ્ય રમેશ લટકેના અકાળે અવસાનને કારણે મુંબઇના અંધેરી-ઇસ્ટમાં આ બેઠક ખાલી પડી હતી.

બિહારમાં મોકામા બેઠકમાં વર્તમાન ધારાસભ્ય અનંત સિંહને ફોજદારી કેસમાં દોષિત ઠેરવવાને કારણે બરતરફ કરવામાં આવ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી. તો બિહારના ગોપાલગંજમાં પણ ભાજપના વર્તમાન ધારાસભ્ય સુભાષ સિંહના અવસાનના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની જરૂરી પડી હતી. મુનુગોડમાં 2 ઓગસ્ટના રોજ વર્તમાન ધારાસભ્ય કોમાતિરેડ્ડી રાજ ગોપાલ રેડ્ડીએ રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણી યોજવી પડી છે.

લખીમપુર ખેરી જિલ્લાના ગોલા ગોકરનાથ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય અરવિંદ ગિરીના અવસાન બાદ ત્યાં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી છે. તેવી જ રીતે ધામનગર બેઠક પર ભાજપના વર્તમાન ધારાસભ્ય બિષ્ણુ ચરણ દાસના અવસાનને કારણે આ સીટ ખાલી થઇ ગઇ હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ