મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : એમપીમાં ગુજરાત મોડલ નહીં ચાલે, જાણો ભાજપ ક્યાં કરી રહી છે ભૂલ

Madhya Pradesh Assembly Election 2023 : ભાજપ હાઈકમાન્ડનું માનવું છે કે તેઓ મધ્ય પ્રદેશમાં ગુજરાત મોડલનું પુનરાવર્તન કરી શકે છે. ગુજરાતમાં પાર્ટી હાઈકમાન્ડે કોઈપણ જાતની આનાકાની વગર જુના ચહેરાઓને બદલે યુવા પેઢીને ટિકિટ આપી અને તેમને સફળતા પણ મળી

Written by Ashish Goyal
Updated : October 23, 2023 19:43 IST
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : એમપીમાં ગુજરાત મોડલ નહીં ચાલે, જાણો ભાજપ ક્યાં કરી રહી છે ભૂલ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી (એક્સપ્રેસ ફોટો)

Madhya Pradesh Assembly Election 2023 : ખાસ વાત એ છે કે ભાજપ એવા દિગ્ગજોને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતારી રહી છે જેઓ ચૂંટણી લડવા પણ માંગતા નથી. ભાજપ આવું કેમ કરી રહ્યું છે તે અંગે વિવિધ લોકોના અલગ-અલગ મંતવ્યો છે. ભૂતકાળના અનુભવોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે જમીન પર બગડતી પરિસ્થિતિને કારણે ભાજપ પોતાના તમામ મોટા નેતાઓને મોરચામાં મોકલી રહી છે. જોકે ઘણા લોકોને શંકા છે કે આ પગલાથી ફાયદાને બદલે નુકસાન થશે. કેટલાક લોકોનું માનવું છે કે આ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને નબળા પાડવાનો પ્રયાસ છે. પરંતુ લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા શિવરાજ સિંહ ચૌહાણને ઓછો આંકવાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે. ચૌહાણને હજુ પણ ઘણું સમર્થન મળે છે.

કોણ-કોણ ચૂંટણી લડવા માંગતું નથી?

ભાજપના ચૂંટણી પોસ્ટરોમાં ઘણા બધા ઉમેદવારોના ચહેરા દેખાય છે. જેઓ ચૂંટણી લડવા માંગતા ન હતા તેમાં સાત સાંસદો (જેમાંથી ત્રણ કેન્દ્રીય મંત્રીઓ છે) અને એક પાર્ટીના મહાસચિવનો સમાવેશ થાય છે. સ્વાભાવિક રીતે જ તે પોતાના ડિમોશનથી બધા નારાજ છે. જોકે જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીય એ જ સ્વીકાર્યું હતું કે ચૂંટણી લડવાની એક ટકા પણ ઈચ્છા નથી. ખાસ કરીને ત્યારે જ્યારે તેમનો પુત્ર વિધાનસભાની દાવેદારી માટે આશા રાખી રહ્યો હતો.

એનો અર્થ એ થયો તે તે લોકો તો નારાજ છે જે જેની પાસે ટિકિટ છે. તે લોકો પણ નારાજ છે, જેઓ ટિકિટ મેળવવા માંગતા હતા પરંતુ કેન્દ્રીય નેતાઓના આવવાના કારણે તેઓ વંચિત રહી ગયા છે.

મધ્ય પ્રદેશ એ ગુજરાત નથી

કદાચ આ પગલાનું સાચું કારણ એ છે કે ભાજપ હાઈકમાન્ડ માને છે કે તેઓ મધ્ય પ્રદેશમાં ગુજરાત મોડલની દોહરાવી શકે છે. ગુજરાતમાં પાર્ટી હાઈકમાન્ડે કોઈપણ જાતની આનાકાની વગર જુના ચહેરાઓને બદલે યુવા પેઢીને ટિકિટ આપી અને તેમને સફળતા પણ મળી હતી. સરકાર બચાવવામાં પણ પાર્ટી સફળ રહી હતી.

આ પણ વાંચો – રેવડી કલ્ચર અંગે સ્પષ્ટતા અને ભાજપમાં જોડાવાનું કારણ, જ્યોતિરાદિત્ય સિંધિયાનું ખાસ ઇન્ટરવ્યુ

પરંતુ મધ્ય પ્રદેશ ગુજરાત નથી. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ભાજપના દિગ્ગજ નેતાઓની રાજકીય કારકિર્દી ખતમ થવાની સંભાવના છે. પછી ભલે તેઓ વિધાનસભાની ચૂંટણી જીતે કે હારે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મૂળ રાજ્યમાં ઊંડા છે. જૂના રાજકીય નેતૃત્વને બદલીને યુવા પેઢીના રાજકારણીઓને લાવવાનો પ્રયાસ પાર્ટી હાઈકમાન્ડના ગૃહ રાજ્ય (ગુજરાત) જેટલો સરળ નથી.

પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ઇન્ડિયા ગઠબંધન વધુ મજબૂત બની શકે છે પરંતુ…

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની આગામી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસના પક્ષમાં જાય તેવી સંભાવના છે. જોકે આશ્ચર્યજનક વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના સાથી પક્ષોને આ સારું લાગશે નહીં. હવે આવું કેમ થતું હશે? આવું એટલા માટે થશે કારણ કે કોંગ્રેસની જીતથી પાર્ટી મજબૂત થશે. આનાથી મહાગઠબંધનની અંદર કોંગ્રેસની નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે અને આ સાથી પક્ષોને પસંદ આવશે નહીં.

આકસ્મિક રીતે ઇન્ડિયા ગઠબંધનથી એક નવી મિત્રતા વિકસિત થઈ છે. NCP નેતા શરદ પવાર AAP (આમ આદમી પાર્ટી)ના સાંસદ સંજય સિંહ સાથેની મિત્રતાને કારણે AAPના અરવિંદ કેજરીવાલની નજીક આવી ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ થઈ ત્યારથી પવાર તેમના સાથી રાજ્યસભાના સભ્યને ખૂબ ટેકો આપે છે.

પવારે AAPને સમર્થન આપતાં, નીતિશ કુમારની ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવાની તકો આપોઆપ ઘટી જાય છે. દરમિયાન, અખિલેશ યાદવ સંસદીય ચૂંટણીમાં યુપીની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની ધમકી આપી રહ્યા છે કારણ કે કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કોઈ બેઠકો વહેંચી નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ