Assembly Election 2023 Voting and result Schedule | વિધાનસભા ચૂંટણી 2023 કાર્યક્રમ : મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે આ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 7 નવેમ્બરથી પાંચ રાજ્યોમાં મતદાન શરૂ થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં એક તબક્કામાં મતદાન થશે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થશે. તમામ રાજ્યોમાં એક સાથે મતગણતરી થશે. તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે.
કયા રાજ્યમાં મતદાન ક્યારે થશે?
મિઝોરમ – 7 નવેમ્બર (એક તબક્કામાં)
છત્તીસગઢ – 7 અને 17 નવેમ્બર (બે તબક્કામાં)
મધ્ય પ્રદેશ – 17 નવેમ્બર (એક તબક્કામાં)
રાજસ્થાન- 23 નવેમ્બર (એક તબક્કામાં)
તેલંગાણા – 30 નવેમ્બર (એક તબક્કામાં)
હાલ કયા રાજ્યમાં કયા પક્ષની સરકાર?
તમને જણાવી દઈએ કે, તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. તો મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. મિઝોરમમાં ભાજપનો સહયોગી મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં છે. જ્યારે તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં BRS પાર્ટીની સરકાર છે. તો જોઈએ કયા રાજ્યમાં કઈ તારીખે મતદાન થશે.
કયા રાજ્યમાં કેટલી બેઠકો છે
તેલંગાણા – 119 બેઠકો
રાજસ્થાન – 200 બેઠકો
મધ્ય પ્રદેશ – 230 બેઠકો
મિઝોરમ – 40 બેઠકો
છત્તીસગઢ – 90 સીટો
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો પૂરો કાર્યક્રમ
મિઝોરમમાં શેડ્યૂલ શું હશે?
ગેઝેટ સૂચના તારીખ – 13 ઓક્ટોબર નોમિનેશનની છેલ્લી તારીખ – 20 ઓક્ટોબર ઉમેદવારી પત્રોની ચકાસણી – 21 ઓક્ટોબર નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ – 23 ઓક્ટોબર મતદાન તારીખ – 7 નવેમ્બર મતગણતરી તારીખ – 3 ડિસેમ્બર
છત્તીસગઢમાં શેડ્યુલ શું હશે?
પ્રથમ તબક્કો
ગેઝેટ સૂચના તારીખ – 13 ઓક્ટોબર નોમિનેશનની છેલ્લી તારીખ – 20 ઓક્ટોબર ઉમેદવારી પત્રોની ચકાસણી – 21 ઓક્ટોબર નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ – 23 ઓક્ટોબર મતદાન તારીખ – 7 નવેમ્બર મતગણતરી તારીખ – 3 ડિસેમ્બર
બીજો તબક્કો
ગેઝેટ સૂચના તારીખ – 21 ઓક્ટોબર નોમિનેશનની છેલ્લી તારીખ – 30 ઓક્ટોબર ઉમેદવારી પત્રોની ચકાસણી – 31 ઓક્ટોબર નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ – 2 નવેમ્બર મતદાન તારીખ – 17 નવેમ્બર મતગણતરી તારીખ – 3 ડિસેમ્બર
મધ્યપ્રદેશમાં શેડ્યુલ શું રહેશે?
ગેઝેટ સૂચના તારીખ – 21 ઓક્ટોબર નોમિનેશનની છેલ્લી તારીખ – 30 ઓક્ટોબર ઉમેદવારી પત્રોની ચકાસણી – 31 ઓક્ટોબર નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ – 2 નવેમ્બર મતદાન તારીખ – 17 નવેમ્બર મતગણતરી તારીખ – 3 ડિસેમ્બર
રાજસ્થાનમાં શેડ્યુલ શું હશે?
ગેઝેટ સૂચના તારીખ – 30 ઓક્ટોબર નોમિનેશનની છેલ્લી તારીખ – 6 નવેમ્બર ઉમેદવારી પત્રોની ચકાસણી – 7 નવેમ્બર નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ – 9 નવેમ્બર મતદાન તારીખ – 23 નવેમ્બર મતગણતરી તારીખ – 3 ડિસેમ્બર
તેલંગાણામાં શેડ્યૂલ શું હશે?
ગેઝેટ સૂચના તારીખ – 3 નવેમ્બર નોમિનેશન માટેની છેલ્લી તારીખ – 10 નવેમ્બર ઉમેદવારી પત્રોની ચકાસણી – 13 નવેમ્બર નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ – 15 નવેમ્બર મતદાન તારીખ – 30 નવેમ્બર મતગણતરી તારીખ – 3 ડિસેમ્બર