Assembly Election Dates : ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં મિઝોરમમાં 7 નવેમ્બર 2023, છત્તીસગઢ, તેલંગણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બે તબક્કામાં મતદાન યોજવામાં આવશે. આ સાથે જ આ રાજ્યોમાં આચારસંહિતા તરત જ લાગુ થઈ ગઈ છે.
હાલ કયા રાજ્યમાં કયા પક્ષની સરકાર?
તમને જણાવી દઈએ કે, તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. તો મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. મિઝોરમમાં ભાજપનો સહયોગી મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં છે. જ્યારે તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં BRS પાર્ટીની સરકાર છે. તો જોઈએ કયા રાજ્યમાં કઈ તારીખે મતદાન થશે.
5 વિધાનસભા ચૂંટણી અપડેટ્સ
જાણો કયા રાજ્યમાં ક્યારે મતદાન કરવું?
મિઝોરમમાં 7મી નવેમ્બરે મતદાનછત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાનતેલંગાણામાં 13 નવેમ્બરે મતદાનમધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાનરાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન
મિઝોરમમાં પુરુષો કરતાં મહિલા મતદારો વધુ છે
મિઝોરમમાં પુરૂષ મતદારો – 4.13 લાખ, મહિલા મતદારો – 4.39 લાખ
તેલંગાણા અને છત્તીસગઢમાં 1 કરોડથી વધુ મહિલા મતદારો છે
તેલંગાણામાં પુરૂષ મતદારો – 1.58 કરોડ, મહિલા મતદારો – 1.58 કરોડછત્તીસગઢમાં પુરૂષ મતદારો – 1.01 કરોડ, મહિલા મતદારો – 1.02 કરોડ
એમપી, રાજસ્થાનમાં 2 કરોડથી વધુ મહિલા મતદારો
રાજસ્થાનમાં પુરૂષ મતદારો – 2.73 કરોડ, મહિલા મતદારો – 2.52 કરોડમધ્ય પ્રદેશમાં પુરૂષ મતદારો – 2.88 કરોડ, મહિલા મતદારો – 2.72 કરોડ
60.2 લાખ કરોડ મતદારો
5 રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની સાથે ચૂંટણી પંચે ઘણી મહત્વની માહિતી પણ આપી હતી.ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ 5 રાજ્યોમાં પુરૂષ મતદાતાઓની સંખ્યા 8.2 કરોડ, મહિલા મતદાતાઓની સંખ્યા 7.8 કરોડ છે અને 7.8 કરોડ છે. પ્રથમ વખત મતદારોની સંખ્યા 60.2 લાખ કરોડ છે
8.2 કરોડ પુરૂષ મતદારો
ચૂંટણી પંચે જણાવ્યું કે જે 5 રાજ્યોમાં મતદાન થશે ત્યાં કુલ 8.2 કરોડ પુરૂષ મતદારો મતદાન કરશે.
ચૂંટણી પંચ ટૂંક સમયમાં 5 રાજ્યોમાં આ કરશે
ચૂંટણી પ્રક્રિયાની તારીખોની જાહેરાત, 5 ચૂંટણી રાજ્યોમાં 7.8 કરોડ મહિલા મતદારો – CEC





