Assembly Election Results 2023 : રવિવાર (3 ડિસેમ્બર) એ મધ્યપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોનો દિવસ છે. મિઝોરમના પરિણામો સોમવારે (4 ડિસેમ્બર) જાહેર કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી લડ્યા છે.
મધ્યપ્રદેશમાં 230, રાજસ્થાનમાં 199, તેલંગાણામાં 119 અને છત્તીસગઢમાં 90 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. આ ચાર રાજ્યો સહિત કુલ 638 સીટો છે. આ ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો તપાસવાનો સૌથી સરળ રસ્તો ચૂંટણી પંચની વેબસાઇટ દ્વારા છે. અહીં તમને ચોક્કસ પરિણામો મળશે. ચાલો જાણીએ કે ચૂંટણી પંચની વેબસાઇટ પર પરિણામ કેવી રીતે તપાસવું.
ચૂંટણી પંચની વેબસાઇટ પર પરિણામ કેવી રીતે તપાસવું
ચૂંટણી પરિણામો ભારતીય ચૂંટણી પંચ (ECI) ની સત્તાવાર વેબસાઇટ – results.eci.gov.in પર ચકાસી શકાય છે.
પરિણામો વોટર હેલ્પલાઇન એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ થશે, જે એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે Google PlayStore અને iPhone વપરાશકર્તાઓ માટે Apple Store પરથી ઇન્સ્ટોલ કરી શકાય છે.
વિધાનસભા ચૂંટણી પરિણામો 2023 ના બેઠક મુજબના પરિણામો ચૂંટણી પંચ (ECI) ની સત્તાવાર વેબસાઇટ – results.eci.gov.in પર ઉપલબ્ધ થશે.
આ સિવાય તમે https://gujarati.indianexpress.com/ પર ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો અને અન્ય તમામ અપડેટ્સ જોઈ શકો છો.
આ પણ વાંચો – Rajasthan Assembly Election Result 2023 Live : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 : તમામ અપડેટ્સ
આ પણ વાંચો – Telangana Assembly Election Result 2023 Live : તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 લાઈવ, મતગણતરી શરુ, તમામ અપડેટ્સ
આ પણ વાંચો – Chhattisgarh Assembly Election Result 2023 Live : છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 – તમામ અપડેટ્સ
કયા રાજ્યમાં ચૂંટણી ક્યારે યોજાઈ?
મધ્યપ્રદેશની 230 બેઠકો માટે 17 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે છત્તીસગઢમાં 90 બેઠકો પર બે તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બર અને 17 નવેમ્બરે થયું હતું. રાજસ્થાનમાં 199 સીટો માટે 25 નવેમ્બરે મતદાન થયું હતું. જ્યારે તેલંગાણામાં 30 નવેમ્બરે 119 બેઠકો માટે મતદાન થયું હતું.