Attack on ED team in West Bengal : પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર લગભગ 250-300 લોકોએ હુમલો કર્યો હતો. અહીં 24 પરગણા જિલ્લામાં રાશન કૌભાંડ કેસમાં EDની ટીમ તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘર પર પહોંચી હતી. ટીમ નેતા શાહજહાં શેખના ઘરે પહોંચી જ હતી જ્યારે લોકોએ તેમના પર હુમલો કર્યો. અહેવાલો અનુસાર, 200 થી 300 લોકોએ ED અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા હતા. આ દરમિયાન લોકોએ અધિકારીઓના વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ હુમલામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. કેટલાક લોકોનું કહેવું છે કે આ દરમિયાન ટોળાએ મીડિયા કર્મચારીઓને પણ નિશાન બનાવ્યા હતા. લોકો ઈંટો અને પથ્થરો વડે હુમલો કરી રહ્યા હતા.
આ પણ વાંચોઃ- Ram Mandir Opening : યોગી સરકારે પુરી કરી ઉજવણીની તૈયારી, 14 જાન્યુઆરીથી 8 દિવસનો રામોત્સવ શરૂ થશે, આ છે પ્લાન
રાશન વિતરણ કૌભાંડ કેસ
ED છેલ્લા ઘણા મહિનાઓથી કથિત રાશન વિતરણ કૌભાંડ કેસના સંદર્ભમાં દરોડા પાડી રહી છે. થોડા દિવસો પહેલા, ED એ ખુલાસો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં લગભગ 30 ટકા પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) રાશન માર્કેટમાં વેચાય છે. એજન્સીએ ખુલાસો કર્યો હતો કે રાશન વેચ્યા બાદ મળેલા પૈસા મિલ માલિકો અને પીડીએસ વિતરકો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા.





