Ram Mandir Pran Pratishtha Live Darshan : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ અહીં જુઓ

Ram Mandir Inauguration Live Darshan: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર આ પ્રસંગનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવી રહ્યું છે. તો જોઈએ તમે પણ કેવી રીતે આ પ્રસંગના લાઈવ સાક્ષી બની શકો છો.

Written by Kiran Mehta
Updated : January 22, 2024 11:48 IST
Ram Mandir Pran Pratishtha Live Darshan : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ અહીં જુઓ
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ કાર્યક્રમ

Ayodhya Ram Mandir Inauguration Live: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તારીખ, સમય, લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન, ભારતમાં ટીવી ટેલિકાસ્ટ ચેનલ : આખરે આજે એ દિવસ આવી ગયો જેની રામ ભક્તો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આજે એટલે કે (22 જાન્યુઆરી 2024) બપોરે 12.20 ના શુભ સમયે થશે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બપોરે 1 વાગ્યા સુધી એટલે કે લગભગ 40 મિનિટ સુધી ચાલુ રહેવાની ધારણા છે.

રામલલાના નિવાસસ્થાનનો આ પવિત્ર અને ભવ્ય અભિષેક કાર્યક્રમ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેવા દિગ્ગજોની હાજરીમાં યોજાશે.

રામજન્મભૂમિ મંદિરમાં આ કાર્યક્રમ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે અને સમગ્ર વિશ્વમાં રામ ભક્તોમાં આનંદ છે. રામલલાનું નવું ઘર ફૂલો અને રોશનીથી ઝગમગી રહ્યું છે. આ અવસર પર અયોધ્યામાં દેશભરમાંથી લગભગ 8000 હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સામાન્ય લોકોને રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે અયોધ્યા ન આવવાની અપીલ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેઓએ પણ આ શુભ અવસર પર વર્ચ્યુઅલ રીતે ઘરે બેસીને તેમનો ટેકો આપવો જોઈએ. તમને જણાવી દઈએ કે, આ મોટા કાર્યક્રમનું સમગ્ર દેશમાં અલગ-અલગ પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ (Ram Mandir Pran Pratishtha Live)

રામ મંદિરના આ મેગા ઈવેન્ટની લાઈવ સ્ક્રીન સોમવારે (22 જાન્યુઆરી) સવારે 11 વાગ્યાથી શરૂ થશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ગામડાઓ, શહેરો, મંદિરો તેમજ મોટા જાહેર સ્થળોએ જીવંત પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમારોહનું દૂરદર્શનની તમામ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમ દૂરદર્શનની યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ જોઈ શકાશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક સમારોહ સહિત તમામ અપડેટ

તમને જણાવી દઈએ કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના જીવંત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમનું દૂરદર્શનની ડીડી ન્યૂઝ અને ડીડી નેશનલ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. દૂરદર્શન પોતે તેની ફીડ અન્ય સમાચાર એજન્સીઓ સાથે શેર કરશે. આ સિવાય તમામ ધાર્મિક વિધિઓ અને પૂજા દૂરદર્શનની યુટ્યુબ લિંક પર લાઈવ જોઈ શકાશે.

અયોધ્યામાં ડીડીના 40 કેમેરા

ઉલ્લેખનીય છે કે, દૂરદર્શને ખાસ કરીને આ કાર્યક્રમ માટે અયોધ્યામાં અલગ-અલગ સ્થળોએ 40 કેમેરા લગાવ્યા છે. રામજન્મભૂમિ મંદિર સંકુલ સિવાય

દૂરદર્શને લોકેશન પર કેમેરા પણ લગાવ્યા છે

રામ મંદિર સંકુલ ઉપરાંત, રાષ્ટ્રીય પ્રસારણકર્તા રામ કી પૈડી, સરયુ ઘાટ નજીક કુબેર ટીલા સહિત ઘણા સ્થળોએથી જીવંત દ્રશ્યો પણ બતાવશે.

તમને જણાવી દઈએ કે, ભારતીય રેલ્વેએ દેશભરના રેલ્વે સ્ટેશનો પર લગભગ 9000 ટીવી સ્ક્રીન પણ લગાવી છે, જેના પર અભિષેક સમારોહ લાઈવ બતાવવામાં આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ