Ayodhya Ram Mandir Swarn Dwar Photo: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશ- વિદેશમાં ઉત્સાહનો માહોલ છે. રામ મંદિરના લઇ દરરોજ કોઇને કોઇ ખાસ સમાચાર આવી રહ્યા છે. હવે રામ મંદિરમાં સુવર્ણ દરવાજાનો ખાસ ફોટો સામે આવ્યો છે. રામ મંદિરમાં સોના દરવાજા લગાડવામાં આવશે, જે મંદિરની શોભામાં ચાર ચાંદ લગાવશે.
રામ મંદિરમાં સોના દરવાજા લાગશે
અયોધ્યા રામ મંદિરમાં સોનાના દરવાજા લગાડવામાં આવી રહ્યા છે. રામ મંદિરમાં લગાડવામાં આવેલા એક સુવર્ણ દરવાજાનો ફોટો વાયરલ થતા રામ ભક્તો રોમાંચિત થઇ ગયા છે. આ સુવર્ણ દ્વાર રામ મંદિરના મુખ્ય દ્વાર પર સ્થાપિત કરવામાં આવશે. સુવર્ણ દ્વારની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે.
રામ મંદિરમાં 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરાશે
હાલ રામ મંદિરમાં એક સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર રામ મંદિરમાં 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવશે. સુવર્ણ દ્વાર રામ મંદિરની શોભામાં ચાર ચાંદ લાગશે.
રામ મંદિરના સોનાના દરવાજાની ખાસિયતો
રામલલ્લાના ગર્ભગૃહમાં સ્થાપિત કરાયેલા સુવર્ણ દ્વાર પર બહુ જ સુંદર કોતરણી કરવામાં આવી છે. રામ મંદિરના નીચેના માળ પર 14 સુવર્ણ દ્વાર લગાડવામાં આવશે, જેને અંતિમ ઓપ આપવામાં કારીગરો વ્યસ્ત છે. મંગળવારે કારીગરોએ અયોધ્યા રામ મંદિરમાં પ્રથમ સુવર્ણ દ્વાર સ્થાપિત કર્યો છે. રામ મંદિરના 14 સુર્વણ દ્વારા મહારાષ્ટ્રના સાગૌનમાં તૈયાર કરવામાં આવ્યા સોનાથી મઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિર રાત્રે આવી રીતે રોશનીથી ઝગમગી ઉઠે છે, તસવીરો જોઈને થઇ જશો ખુશ
પ્રાપ્તમ માહિતી અનુસાર રામ મંદિરના સોનાના દરવાજા હૈદરાબાદ સ્થિત એક કંપનીના કારીગરો તૈયાર કરી રહ્યા છે. તેઓ કન્યાકુમારી તમિલનાડુ સાથે સંબંધ ધરાવે છે. આ દરવાજા પર વૈભવ પ્રતિક ગજ (હાથી), સુંદર વિષ્ણુ કમળ, સ્વાગતનું સંકેત નમસ્કારની મુદ્રામાં દેવીનું આકૃત્તિ અંકિત છે.





