Ayodhya Deepotsav: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર અયોધ્યા ખાતે દીપોત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. પીએમ મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા અને આરતી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે રામ મંદિર નિર્માણ સ્થળે ગયા હતા. પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર અયોધ્યા ખાતે યોજાતા દીપોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. દીપોત્સવને લઇ સમગ્ર અયોધ્યાવાસીઓમાં અનેરો ઉત્સાહનો માહોલ છે. પીએમ સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે 5 વિશિષ્ટ દીપ પ્રગટાવવામાં આવી રહ્યા છે. અવધ વિશ્વવિદ્યાલયના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ વિશિષ્ટ પ્રકારના દીપ બનાવવા માટે વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દીપ અયોધ્યાના દીપોત્સવમાં પ્રજ્વલિત 17 લાખ દિવાઓનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચો – 45000 રૂપિયાનો ગરબા ડ્રેસ ખરીદીને રાહ જોતા રહ્યા કોંગ્રેસના ધારાસભ્ય, ના આવ્યા પ્રિયંકા ગાંધી
સ્વયંસેવકોનુ કહેવુ છે કે, અત્યાર સુધીનો સૌથી ભવ્ય દીપોત્સવ છે. 22,000થી વધારે સ્વયંસેવક સરયુ નદીના કિનારે ઉપસ્થિત છે. દેશી- વિદેશી ફુલો, રંગોળીથી વિવિધ ઘાટો પર સુંદર સુશોભન કરવામાં આવ્યુ છે.
દીપોત્સવમાં ભાગ લેવા માટે ઘણા લોકો અયોધ્યા પહોંચ્યા છે. અયોધ્યામાં શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા નૃત્ય, ભગવાન શ્રીરામની ઝાંખી વગેરે જોવા મળી હતી