અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપથી પુરું થઇ રહ્યું છે. મંદિરનું આશરે 70 ટકા કામ પુરુ થઈ ચૂક્યું છે. જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. આ દિવસે ભક્તો માટે દર્શન અને પૂજાની વ્યવસ્થા કરવામાં આવશે. રામમંદિરના નિર્માણ માટે મહારાષ્ટ્રના ચંદ્રપુરના જંગલોથી સાગૌનના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે.
મહારાષ્ટ્રથી મંગાવવામાં આવી રહ્યું છે લાકડું
રામ મંદિર નિર્માણ માટે લગભગ 1855 ઘન ફૂટ સાગૌનનું લાકડું ચંદ્રપુરના જંગલોમાંથી મંગાવવામાં આવ્યું છે. જેના માટે 1.32 કરોડ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ લાકડું અયોધ્યા પહોંચી જશે. આ લાકડાનો ઉપોયગ રામલલાના મંદિરમાં કરવામાં આવશે.
કેમ ખાસ છે આ લાકડું?
મહારાષ્ટ્ર વિન વિકાસ નિગમના સહાયક પ્રબંધક જીએ મોટકરે જણાવ્યું કે દેહારાદૂન વન અનુસંધાન સંસ્થાનને રામ મંદિર ટ્રસ્ટને ભલામણ કરી હતી કે ચંદ્રપુર અને ગઢચિરૌલીમાં સૌથી સારી ગુણવત્તાવાળું લાકડું મળી શકે છે. આ લાકડું ખુબ જ સારી જાતનું હોય છે. સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણમાં પણ આ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે મૂર્તિની સ્થાપના
જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલાની મૂર્તિની સ્થાપના કરશે. આ થાંભળાઓને તરાશવાનું કામ 1992થી ચાલી રહ્યું હતું. શ્રી રામ જન્મભૂમિ કાર્યશાલામાં કારીગર સતત તેને તરાશવામાં લાગ્યા હતા. 2024માં શ્રી રામ જન્મભૂમિ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે અને તેઓ પોતાના આરાધ્ય રામલલાના દર્શન આ ભવ્ય રામ મંદિરમાં કરી શકશે. પરંતુ મંદિર સંપૂર્ણ રીતે 2025માં તૈયાર થશે.
અયોધ્યામાં લાગુ થશે કોમન બિલ્ડિંગ કોડ
અયોધ્યાની શ્રીરામજન્મભૂમિ મંદિરની આસપાસના વિસ્તારોમાં કોમન બિલ્ડિંગ કોડ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રકારે રામ મંદિરની આસ-પાસની બધી ઇમારતો એક જ આકાર અને રંગમાં બનાવવામાં આવશે.