(Arjun Sengupta) અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનને એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (30 ડિસેમ્બર) અયોધ્યામાં નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.
અયોધ્યાના એરપોર્ટનું નામ મહર્ષિ (મહાન ઋષિ) વાલ્મીકિના નામ પરથી રાખવામાં આવ્યું છે, તેઓ રામાયણના રચિયતા તરીકે જાણીતા છે. આ લેખમાં આપણે મહાન કવિ-ઋષિ વિશે પાંચ રસપ્રદ તથ્યો જાણીશું.
મહર્ષિ વાલ્મીકિ આદિ કવિ તરીકે પ્રખ્યાત
મહર્ષિ વાલ્મીકિને સંસ્કૃતના આદિ કવિ અથવા ‘પ્રથમ/મૂળ કવિ’ પણ કહેવામાં આવે છે. જેનું કારણ એ છે કે તેમને રામાયણની રચના કરવાનો શ્રેય આપવામાં આવે છે અને રામાયણને સંસ્કૃત સાહિત્યિક પરંપરામાં પ્રથમ મહાકાવ્ય માનવામાં આવે છે. ઈતિહાસકાર રોમિલા થાપરે અર્લી ઈન્ડિયા (2002) માં લખ્યું હતું, “તેને ઘણી વખત પ્રથમ સચેત સાહિત્યિક રચના, આદિ-કાવ્ય તરીકે વર્ણવવામાં આવે છે, જેનું વર્ણન અન્ય કોઈ મહાકાવ્ય માટે કરવામાં આવ્યું નથી.”
જો કે, લખાણનું સાહિત્યિક વિશ્લેષણ સંકેત મળે છે કે, મહાભારત, જેનો શ્રેય ઋષિ વ્યાસને આપવામાં આવે છે, હકીકતમાં રામાયણ કરતા વધારે જૂનું હોઇ શકે છે. થાપરે લખે છે, “રામાયણની ભાષા વધુ સુસંસ્કૃત છે અને તેની વિભાવનાઓ ત્યારબાદની સમાજથી વધારે સંબંધિત છે, જો કે પરંપરાગત રીતે તે મહાભારતથી પૂર્વેનું માનવામાં આવે છે.”
રોમિલા થાપર રામાયણનો સમય ઇ.સ. પૂર્વેની પ્રથમ સદીના મધ્યની જણાવે છે, જો કે રોબર્ટ ગોલ્ડમેન જેવા વિદ્વાનો તેને ઇ.સ.પૂર્વેની આઠમી સદી ગણાવે છે.
મહર્ષિ વાલ્મિકીનો રામાયણ કાંડમાં ઉલ્લેખ
મહર્ષિ વાલ્મીકિની રામાયણ સાત કાંડ કે સાત વિભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક કાંડમાં ભગવાન રામની કહાણીની એક અલગ કથા છે. વાલ્મીકિ પોતે મહાકાવ્ય, બાલ અને ઉત્તરકાંડના પ્રથમ અને છેલ્લા અધ્યાયમાં પોતાનો ઉલ્લેખ કરે છે.
બાલકાંડની શરૂઆત વાલ્મીકિ ઋષિ નારદને પૂછવાથી થાય છે કે શું દુનિયામાં હજુ પણ કોઈ સદાચારી વ્યક્તિ બચ્યો છે, જેના જવાબમાં નારદ રામનું નામ લઈને જવાબ આપે છે. આ પછી વાલ્મીકિએ પોતાની કથા શરૂ કરી. રામે તેમની પત્ની સીતાને ઉત્તરકાંડમાં દેશનિકાલ કર્યા પછી, તેમને ઋષિ વાલ્મીકિના આશ્રમમાં આશરો મળે છે. ત્યાં તેઓ જોડિયા બાળક લવ અને કુશાને જન્મ આપે છે, જેઓ પાછળથી તેના શિષ્યો બને છે. બાલકાંડમાં, રામાયણની વાર્તા વાલ્મીકિ દ્વારા લવ અને કુશને સંભળાયેલી વાર્તાના રૂપમાં રજૂ કરવામાં આવી છે.
ખાસ કરીને આ બે પ્રકરણો કદાચ પછીથી મહાકાવ્યમાં ઉમેરવામાં આવ્યા હતા. અર્શિયા સત્તાર ઉત્તરાઃ ધ બુક ઑફ આન્સર્સ (2017) (Uttara: The Book Of Answers) માં લખે છે, “પ્રથમ અને છેલ્લા પ્રકરણની ભાષા અને સ્વર જોતાં, તે સ્પષ્ટ છે કે તે પછીની ભાષા છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તે પછીના ધાર્મિક સમયગાળાનો સંદર્ભ આપે છે.”, જ્યારે વિષ્ણુ એક દેવતા બની ગયા છે.”
તુલસીદાસનું રામચરિતમાનસ વધુ લોકપ્રિય
સમગ્ર ભારત અને વિદેશમાં રામાયણના ઘણા સંસ્કરણ છે, દરેકની પોતાની વિશિષ્ટ શૈલી અને ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે. જો કે, મોટાભાગના લોકો વાલ્મીકિને ભગવાન રામની કહાણીના મૂળ લેખક માને છે. પરંતુ તુલસીદાસનું રામચરિતમાનસ આજે વધુ લોકપ્રિય છે.
16મી સદીના ભક્તિ કવિ તુલસીદાસ દ્વારા રચિત રામાયણ શાસ્ત્રીય સંસ્કૃતને બદલે સ્થાનિક ભાષા અવધીમાં રચવામાં આવી છે. જે તેની લોકપ્રિયતાનું મુખ્ય પરિબળ છે. વાસ્તવમાં સાહિત્યનું પ્રભાવશાળી કાર્ય હોવા છતાં, વાલ્મીકિની રામાયણ સામાન્ય લોકોમાં લોકપ્રિય નથી. રામચરિતમાનસે રામની કથા સામાન્ય માણસને ઉપલબ્ધ કરાવી. આ કારણે તેનું નાટકીય રૂપાંતરણ રામલીલા પણ સરળ બન્યું.
કેટલાક લોકો માને છે કે તુલસીદાસ વાસ્તવમાં વાલ્મીકિનો અવતાર હતા.
વાલ્મીકિની જાતિ અંગે વિવાદ
વાલ્મીકિ ઋષિની જાતિને લઈને વિવાદાસ્પદ ચર્ચા ચાલી રહી છે. દેશભરમાં ઘણી અનુસૂચિત જાતિઓ તેમના વંશને ઋષિ સાથે જોડે છે. કેટલાક ધાર્મિક સુત્રો તેમને બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે.
2016માં, કર્ણાટક સરકારે વાલ્મિકી યારુ નામના પુસ્તક બાદ વાલ્મિકીની જાતિ નક્કી કરવા માટે 14 સભ્યોની સમિતિની રચના કરી હતી. કન્નડ લેખક કે એસ નારાયણાચાર્યના પુસ્તકે રાજ્યમાં તોફાન મચાવી દીધું હતું. પુસ્તકમાં નારાયણાચાર્યે દાવો કર્યો હતો કે વાલ્મીકિ એક બ્રાહ્મણ હતા, જેની નાવિક સમુદાય દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી જેઓ માનતા હતા કે વાલ્મીકિ તેમાંથી એક છે.
આખરે વાલ્મીકિની જાતિ અને ઉત્પત્તિનું વર્ણન કરતા કરતા પુસ્તકો છે. લેખક અને સામાજિક વિવેચક પ્રિયદર્શને 2016માં ફોરવર્ડ પ્રેસ માટે લખ્યું હતું, “જ્યારે તમે વાલ્મીકિની જાતિ શોધવા નીકળશો, ત્યારે તમને ઐતિહાસિક તથ્યો નહીં, પરંતુ દંતકથાઓ અને માન્યતાઓ મળશે.”
વાલિયો લૂંટારો મહર્ષિ વાલ્મિકી કેવી રીતે બન્યા
વાલ્મીકિની જાતિગત ઓળખના વિવાદ પાછળનું એક કારણ તેમની લોકપ્રિય વાર્તા છે. ઋષિ બનવાની પહેલા, વાલ્મીકિ રત્નાકર તરીકે ઓળખાતા હતા અને તેઓ એક ડાકુ અને શિકારી હતા. જ્યારે અમુક કહાણીઓમાં એવું વર્ણન છે કે, તેઓ જંગલમાં ગુમ થવાની પહેલા તેઓ હકીકતમાં એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા. બાદમાં તેને એક શિકારી દંપતીએ દત્તક લીધો હતો. એક કહાણીમાં એવો દાવો કરાયો છે કે, તેમનો જન્મ ભીલ રાજાને થયો હતો. તે ગ્રામજનો અને મુસાફરોને લૂંટીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
આ પણ વાંચો | ગર્ભગૃહ માટે બનાવાયેલી રામલલાની 3માંથી કઈ મૂર્તિ સ્થાપિત કરાશે? આજે વોટિંગ દ્વારા લેવાશે નિર્ણય
એક દિવસ તેઓ નારદ મુનિને મળ્યા અને તેમનું જીવન બદલાઈ ગયું. અન્ય લોકોથી વિપરીત, નારદ રત્નાકરથી ડરતા નહોતા, બલ્કે તેમણે તેમની સાથે વાત કરી, તેમને અહેસાસ કરાવ્યો કે તે જે કરી રહ્યો હતો તે ખોટું હતું અને તેણે પોતાની આદત સુધારવી જોઈએ. રત્નાકરે સંતને તેને માફ કરવા અને પોતાના પાપ માટે પ્રાયશ્ચિત કરવામાં મદદ કરવા પ્રાર્થના કરી. નારદે રત્નાકરને રામના નામનો જાપ કરવા જણાવ્યુ હતુ.