bageshwar dham sarkar dhirendra shastri : છતરપુરના બાગેશ્વર ધામ પરિક્રમા માર્ગમાં ગેરકાયદે પિસ્તોલ સાથે એક મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે યુવક પાસેથી ગેરકાયદેસર 315 બોરની પિસ્તોલ અને જીવતા કારતૂસ કબજે કર્યા છે. હાલ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી યુવકની ધરપકડ કરી છે.
હિન્દી મીડિયાના અહેવાલ અનુસાર, બાગેશ્વર ધામના પરિક્રમા માર્ગ પર હજારો લોકોની ભીડ વચ્ચે 18 જૂનના રોજ રાત્રે 8 વાગ્યાના સુમારે એક યુવક કટ્ટા સાથે ફરતો હતો. આ અંગે શ્રદ્ધાળુઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બમિથા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને યુવકની ધરપકડ કરી. જેનું નામ રજ્જન ખાન ઉમર 44 જણાવવામાં આવ્વી રહી છે.
કોણ છે આરોપી?
રજ્જન ખાન ઈન્દ્રપુરી કોલોની વોર્ડ 28 શિવપુરીનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી 315 બોરનો ગેરકાયદે કટ્ટો અને જીવતા કારતૂસ કબજે કર્યા છે. પોલીસ સ્ટેશન બમીથાએ કલમ 25/27 આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નંબર 215/23 હેઠળ ગુનો નોંધ્યો છે.
મુસ્લીમ યુવક પાસે કટ્ટો રાખવાનું લાયસન્સ મળ્યું નથી
પોલીસના જણાવ્યા અનુસાર, રજ્જન ખાન પાસેથી કટ્ટા રાખવાનું લાઇસન્સ મળ્યું નથી. તે કયા હેતુથી બાગેશ્વર ધામ આવ્યો હતો. કટ્ટો તેની પાસે ક્યાંથી આવ્યો તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની મળી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પાંચ મહિના પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. વાય કેટેગરીની સુરક્ષા મળ્યા બાદ એક-બે કમાન્ડો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે રહે છે. તેની સાથે જ પોલીસકર્મીઓ સહિત આઠ જવાનોને પણ તેની સુરક્ષામાં સામેલ કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, લગભગ ચાર મહિનાથી ધીરેન્દ્ર શાસ્ત્રીને તેના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. બાગેશ્વર ધામ સરકાર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રખ્યાત વાર્તાકાર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે ઘણી હેડલાઇન્સમાં છે. અમર સિંહ નામના વ્યક્તિએ તેને ભૂતકાળમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીભર્યો કોલ ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતરાઈ ભાઈના નંબર પર આવ્યો હતો.
શું મળી હતી ધમકીં?
ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે, ‘ધીરેન્દ્ર શાસ્ત્રી અને તેના પરિવારની તેરમીની તૈયારી કરો. આ પછી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ લોકેશે એફઆઈઆર નોંધાવી હતી. આ જ કારણ છે કે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા સનાતન ધર્મના રક્ષણ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે અને હિન્દુ રાષ્ટ્રની વાત કરતા રહ્યા છે.





