bakri Eid 2023 | બકરી ઈદઃ મંજૂરી વગર હાઉસિંગ સોસાયટીમાં ન આપવામાં આવે કુર્બાની, બોમ્બે હાઈકોર્ટનો બીએમસીને આદેશ

હાઈકોર્ટે ચોખ્ખુ કહી દીધું છે કે સોસાયટીની અંદર ઘરોમાં કોઈપણ પ્રાણીની કુર્બાની ન આપે. આ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ બીએમસીને આપવામાં આવી છે.

Written by Ankit Patel
Updated : June 29, 2023 09:10 IST
bakri Eid 2023 | બકરી ઈદઃ મંજૂરી વગર હાઉસિંગ સોસાયટીમાં ન આપવામાં આવે કુર્બાની, બોમ્બે હાઈકોર્ટનો બીએમસીને આદેશ
બોમ્બે હાઇકોર્ટ - Express photo

Eid Al-Adha 2023 Advisory Guidelines : બકરી ઈદ પહેલા બોમ્બે હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. મુંબઈની એક હાઉસિંગ સોસાયટી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટે બૃહદમુંબઈ મહાનગર પાલિકાને બકરી ઈદની કુર્બાની અંગે દિશા નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટે ચોખ્ખુ કહી દીધું છે કે સોસાયટીની અંદર ઘરોમાં કોઈપણ પ્રાણીની કુર્બાની ન આપે. આ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ બીએમસીને આપવામાં આવી છે. હાઈકોર્ટની સ્પેશિયલ બેચે પોતાના વચગાળાના આદેશમાં કહ્યું છે કે મંજૂરી વગર સોસાયટીમાં પ્રાણીઓની કુર્બાની આપવું ખોટું છે.

કેમ શરુ થયો વિવાદ?

મુંબઈના મીરા રોડ સ્થિત જેપી ઇંન્ફાની એસ્ટેલા બિલ્ડિંગમાં મોહસિન ખાન નામના વ્યક્તિએ મંગળવારે બે બકરા લાવ્યો હતો. મોહસિનનું કહેવું છે કે સોસાયટીમાં 200થી 250 મુસ્લિમ પરિવાર રહે છે. દરેક વર્ષે બિલ્ડર અમને બકરા રાખવા માટે જગ્યા આપતા હતા. પરંતુ આ વખતે બિલ્ડરનું કહેવું હતું કે જગ્યા નથી. ત્યાર બાદ વિવાદ શરુ થયો હતો. સોસાયટીથી લઈને લોકોએ પરિસરમાં બકરાની કુર્બાની પર આપત્તિ વ્યક્ત કરી હતી તે પોતાના લોકોને બોલાવી લાવ્યા હતા.

ત્યારબાદ હિન્દુ સંગઠનના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્યાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા. હનુમાન ચાલીસાનો પાઠ શરુ કર્યો હતો. જોકે, પોલીસ ઘટના સ્થળ પર પહોંચવા પર મોહસિન માની ગયો અને બુધવારે બકરા લઈને ચાલ્યો હતો. મુંબઈની એક અન્ય સોસાયટી નાથાની બિલ્ડિંગમાં કુર્બાની માટે 60 બકરા લાગવવામાં આવ્યા હતા. જૈન સમુદાયના લોકોએ આ કુર્બાની પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચોઃ- Manipur violence : મણિપુરમાંથી 12,000થી વધુ લોકો મિઝોરમમાં વિસ્થાપિત થયા, મદદ માટે મિઝોરમની કેન્દ્ર પાસે ‘આજીજી’

કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

બોમ્બે હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે હાઉસિંગ સોસાયટીમાં પ્રાણીઓની કુર્બાની ખોટી છે. કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા પોલીસ અને બીએમસીને આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે જો ક્યાંય પણ આવું કરવામાં આવતું હોય તો પ્રશાસન તેમાં હસ્તક્ષેપ કરે અને સંબંધિત લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે. જસ્ટીસ જીએસ કુલર્કણી અને જિતેન્દ્ર જૈનની પીઠે કહ્યું કે બીએમસી અથવા નગર નિગમે જે જગ્યાઓ પર પ્રાણીઓની કુર્બાની માટે લાઇસન્સ રજૂ કર્યું નથી તો તે સુનિશ્ચિત કરે કે ત્યાં કુર્બાની ન આપવામાં આવે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ