Bareilly News: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક સરકારી શાળામાં ઇસ્લામિક રીતે પ્રાર્થના કરાવવા બદલ બે શિક્ષકો સામે કેસ નોંધવામાં આવ્યા છે. સ્કૂલમાં ‘મેરે અલ્લાહ બુરાઈ સે બચાના’ પ્રાર્થનાનો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ કેસ દાખલ કર્યો હતો. જે બાદ રાજ્યના શિક્ષણ વિભાગે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દીધા હતા
શિક્ષકો સામે FIR દાખલ
સંગઠનોનો આરોપ છે કે, મુસ્લિમ શિક્ષકો હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. પ્રાર્થનાનો વીડિયો વાયરલ થયા બાદ આરોપી શિક્ષકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે કેસ નોંધી લીધો છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક સરકારી શાળાના પ્રિન્સિપાલ અને એક શિક્ષક પર સવારની પ્રાર્થના દરમિયાન મુહમ્મદ ઈકબાલની કવિતા ‘લબ પે આતી હૈ દુઆ’નો પાઠ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયા બાદ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે શાળાના આચાર્ય નાહિદ સિદ્દીકીને પણ સસ્પેન્ડ કરી દીધા છે અને શિક્ષક વજીરુદ્દીન સામે તપાસના આદેશ આપ્યા છે.
જોકે, પ્રિન્સિપાલ નાહિદ સિદ્દીકીનું કહેવું છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે તે સ્કૂલમાં નહોતી કારણ કે તે 12 ડિસેમ્બરથી રજા પર ગઈ હતી. બરેલીની સરકારી શાળામાં જ્યાં આ ઘટના બની હતી ત્યાં 1 થી 8 ધોરણમાં 265 વિદ્યાર્થીઓ છે.
સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકર્તા સોમપાલ સિંહ રાઠોડ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પર ફરીદપુર પોલીસ સ્ટેશનમાં સિદ્દીકી અને વઝીરુદ્દીન વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન માટે ધાર્મિક પ્રાર્થનાઓ કરાવવમાં આવતી હતી.
આ પણ વાંચો – Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
BSAએ તપાસનો આદેશ આપ્યો હતો
બરેલીના બેસિક શિક્ષા અધિકારી (BSA) વિનય કુમારે કહ્યું, “એક પ્રાર્થનાનું પઠન કરવામાં આવી રહ્યું હતું જેમાં કંઈક એવું કહેવામાં આવ્યું હતું, ‘અલ્લાહ ઇબાદત કરના’. આ નિર્ધારિત પ્રાર્થના નથી તેથી શાળાના આચાર્ય નાહિદ સિદ્દીકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેં શિક્ષક મિત્ર સામે પણ તપાસના આદેશ આપ્યા છે.