Bharat Jodo Yatra: જયરામ રમેશનો દાવો, ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે વાત કરનારની IB કરી રહી છે પૂછપરછ

Bharat Jodo Yatra: કોંગ્રેસ નેતા જયરામ રમેશે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપર પણ પ્રહાર કર્યો

Written by Ashish Goyal
December 25, 2022 23:11 IST
Bharat Jodo Yatra: જયરામ રમેશનો દાવો, ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે વાત કરનારની IB કરી રહી છે પૂછપરછ
કોંગ્રેસ નેતા જયરામ રમેશ (File)

Bharat Jodo Yatra: કોંગ્રેસ નેતા જયરામ રમેશે રવિવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આઈબી એવા ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે જેમણે ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાતચીત કરી છે. આ દરમિયાન જયરામ રમેશે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપર પણ પ્રહાર કર્યો હતો.

જાસૂસ દરેક પ્રકારના સવાલ પૂછી રહ્યા છે – જયરામ રમેશ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને લખ્યું કે આઈબી એવા ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે જેમણે ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વાતચીત કરી છે. જયરામ રમેશે કહ્યું કે જાસૂસ દરેક પ્રકારના સવાલ પૂછી રહ્યા છે. તેમણે કહ્યું કે યાત્રા વિશે કશું પણ ગોપનીય નથી પણ સ્પષ્ટ રુપથી મોદી અને શાહ ગભરાયેલા છે.

શનિવારે ભારત જોડો યાત્રામાં સોનિયા અને પ્રિયંકા ગાંધી સામેલ થયા હતા

શનિવારે કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ દિલ્હીમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન દિલ્હીમાં આશ્રમ ચોક પહોંચતા પહેલા સોનિયા ગાંધી ચહેરા પર માસ્ક લગાવીને પોતાના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે થોડીક મિનિટ ચાલ્યા હતા. આ ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા સામેલ થયા હતા.

આ પણ વાંચો – LAC પર ભારતના જડબાતોડ જવાબ પછી હોશમાં આવ્યું ડ્રેગન! ચીનના વિદેશ મંત્રીએ કહ્યું- ભારત સાથે કામ કરવા તૈયાર

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો હતો પ્રહાર

રાહુલ ગાંધીએ લાલ કિલ્લાથી ભારત જોડો યાત્રાને સંબોધિત કરતા કેન્દ્રની બીજેપી સરકાર પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બીજેપી હિન્દુ ધર્મની વાત કરે છે. હિન્દુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે નબળા લોકોને મારવા જોઇએ, ગરીબોને દબાવવા જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ