ભારત રત્ન : કોણ છે એમએસ સ્વામીનાથન? કૃષિ ક્ષેત્રેમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં આવી રીતે કરી હતી મદદ

Bharat Ratna MS Swaminathan : કેન્દ્ર સરકારે દેશમાં હરિત ક્રાંતિની શરૂઆત કરનાર મહાન કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી

Written by Ashish Goyal
February 09, 2024 17:21 IST
ભારત રત્ન : કોણ છે એમએસ સ્વામીનાથન? કૃષિ ક્ષેત્રેમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં આવી રીતે કરી હતી મદદ
મહાન કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન (Express photo by Gurmeet Singh)

MS Swaminathan Profile : કેન્દ્ર સરકારે દેશમાં હરિત ક્રાંતિની શરૂઆત કરનાર મહાન કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામીનાથે કૃષિ ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં મોટું કામ કર્યું હતું. સ્વામીનાથને ઘઉં અને ચોખાની એવી જાતો બનાવી હતી કે જેનાથી માત્ર ઉપજમાં જ વધારો થયો ન હતો, પરંતુ તેમના પ્રયત્નોએ દેશને દુષ્કાળથી બચાવવામાં પણ મદદ કરી હતી. 1960ના દાયકામાં તેમણે ભારત સહિત પાડોશી દેશોને દુષ્કાળની પરિસ્થિતિમાંથી બચાવવા માટે મહત્વપૂર્ણ કામ કર્યું હતું.

દેશને દુષ્કાળથી બચાવવા માટે મોટું કામ કર્યું હતું

વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનું પૂરું નામ મનકોમ્બુ સંબાશિવન સ્વામીનાથ હતું. તેમનો જન્મ 7 ઓગસ્ટ 1925ના રોજ થયો હતો. તેઓ કૃષિ વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે વનસ્પતિ આનુવંશિકતાવાદી પણ હતા. તેમને 1972માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઇસીએઆર)ના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા અને ભારત સરકારના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં 1979માં તેમને અગ્ર સચિવ બનાવવામાં આવ્યા. તેમણે આયોજન પંચમાં પણ સેવા આપી હતી. તેમણે દેશને દુષ્કાળથી બચાવવા માટે મહત્વપૂર્ણ કામ કર્યું.

આ પણ વાંચો – પૂર્વ પીએમ નરસિમ્હા રાવ 10 ભાષાઓ બોલી શકતા હતા, ભારતમાં આર્થિક ઉદારીકરણના જનકની પુરી કહાની

યુરોપ અને અમેરિકાની ઘણી મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સિવિલ સર્વિસથી કરી હતી, પરંતુ તેમની રુચિ ખેતીમાં હતી. આ કારણે તેમણે આ ક્ષેત્રમાં રિસર્ચ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે યુરોપ અને અમેરિકાની ઘણી મોટી સંસ્થાઓમાં તેમના સંશોધન દ્વારા મહત્વપૂર્ણ શોધ અને સિદ્ધિઓ મેળવી હતી. 1954માં તેમણે સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કટક ખાતે જેપોનિકાની જાતોમાંથી ઇન્ડિકાની જાતોમાં ખાતરના પ્રતિભાવ માટે જનીન ટ્રાન્સફોર્મર્સ પર વિસ્તૃત કામ કર્યું હતું.

તેમણે તેને જમીનની સારી ફળદ્રુપતા અને સારા જળ વ્યવસ્થાપનને પ્રતિસાદ આપી શકે તેવી ઊંચી ઉપજ આપતી જાતો વિકસાવવાનો પ્રથમ પ્રયાસ તરીકે વર્ણવ્યું હતું.

આની જરૂરિયાત એટલા માટે હતી કારણ કે સ્વતંત્રતા પછી ભારતીય કૃષિમાં વધારે ઉત્પાદન ન હતું. વર્ષોથી અંગ્રેજોના શાસનના કારણે તેના વિકાસને અસર કરી હતી અને દેશમાં આ ક્ષેત્રને આધુનિક બનાવવા માટેના સંસાધનોનો અભાવ હતો. સ્થિતિ એવી હતી કે ભોજન માટે જરૂરી પાકો પણ અમેરિકા જેવા દેશોમાંથી આયાત કરવા પડતા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ