વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારના ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ સ્થાને થઇ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. થિંપૂ પર પ્રભાવ વધારવાના ચીનના પ્રયત્નોને લઇને ની દિલ્હીની કેટલીક ચિંતાઓ વચ્ચે ભૂટાન નરેશ સોમવારે બે દિવસીય યાત્રા પર ભારત પહોંચ્યા હતા.
NSA અજીત ડોભાલ સાથે પણ કરી હતી મુલાકાત
આ પહેલા ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામ્ગેલ વાંગચુકે દિલ્હીમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. ડોકલામ વિવાદ પર ભૂટાનના પ્રધાનમંત્રી લોતે શેરિંગની તાજેતરની કેટલીક ટિપ્પણીઓને લઇને પડોશી દેશના ચીન નજીક જવાના રૂપમાં દેખાઇ હતી. જોકે, ભૂટાને કહ્યું કે સીમા વિવાદ ઉપર તેમના વલણમાં કોઇ ફેરફાર થયો નથી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે ભૂટાન નરેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પહેલા ભૂટાન નરેશે રાજઘાટ ઉપર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર જઇને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. બુધવારે સાંજે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે.
ભારત અને ભૂટાન વિશ્વાસ, સદ્ભાવના, આંતરીક સમજના સંબંધો રજૂ કરે છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે ભારત, ભૂટાન અને ચીન આ મુદ્દાને સાથે બેસીને હલ કરી શકે છે. આ નિવેદનને ભૂટાન અને ચીનની વધતી નજીકીથી જોડીને જોવામાં આવે છે.
પોતાની તાજેતરની યુરોપ યાત્રા દરમિયાન બેલ્ઝિયમના ન્યૂઝ પેપર લા લિબ્રે આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં તેમણે રહ્યું હતું કે ડોકલામ ભારત, ચીન અને ભૂટાન વચ્ચે એક જંક્શન બિન્દુ છે. સમસ્યાને હલ કરવા એકલા ભૂટાનના બસની વાત નથી. આપણે ત્રણ છીએ. કોઇ મોટો કે નાનો દેશ નથી. ત્રણ સમાન દેશ છે. પ્રત્યેક એક તૃત્યાંસ માટે ગણવા આવે છે. અમે તૈયાર છીએ. અન્ય બે પક્ષો પણ તૈયાર હશે. અમે ચર્ચા કરી શકીએ છીએ. ભારત અને ચીનની સીમા પર સમસ્યાઓ છે એટલા માટે અમે એ જોવા માટે રાહ જોઈ રહ્યા છીએ કે પોતાના મતભેદોને કેવી રીતે ઉકેલી શકીએ.





