Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા JDUને ઝટકો, અગાઉ 951 મતોથી જીતેલા ધારાસભ્ય RJDમાં જોડાયા

Bihar Assembly Election 2025 :બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જેડીયુના ધારાસભ્ય સંજીવ કુમાર તેજસ્વી યાદીની આરજેડીમાં જોડાયા છે. એક કાર્યક્રમમાં સંજીવ કુમારે કહ્યું કે, હું પ્રતિજ્ઞા લઉં છું કે જો હું 50000થી ઓછા મતોથી જીતી જઈશ તો જીત્યા પછી પણ રાજીનામું આપીશ. આ જ મારી પરબત્તાના લોકોમાં શ્રદ્ધા છે.

Written by Ajay Saroya
October 04, 2025 08:51 IST
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા JDUને ઝટકો, અગાઉ 951 મતોથી જીતેલા ધારાસભ્ય RJDમાં જોડાયા
Sanjeev Kumar, MLA : સંજીવ કુમાર, બિહારના પરબત્તા વિસ્તારના ધારાસભ્ય છે. (Photo: @DrSanjeev0121

Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ)ને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્ય સંજીવ કુમાર શુક્રવારે પરબટ્ટામાં એક કાર્યક્રમમાં આરજેડીમાં જોડાયા હતા. આરજેડી નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ પણ સ્થળ પર પહોંચવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું ન હતું. તેમણે પટનાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંજીવ કુમારને આરજેડીનું સભ્યપદ આપ્યું હતું. આરજેડીમાં સંજીવ કુમારનું સ્વાગત કરતા તેમણે કહ્યું કે તેમના આગમનની બિહારમાં મોટી અસર પડશે.

તેજસ્વી યાદવે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ખરાબ હવામાનને કારણે હું સ્વાગત સમારોહમાં ભાગ લઈ શક્યો નહીં. મેં ઓનલાઇન સભાને સંબોધિત કરી. સંજીવ કુમાર પાર્ટીમાં જોડાયા છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ઘણા લોકો છે જે જોડાવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે. ”

આરજેડી આ વખતે સરકાર બનાવશે : સંજીવ કુમાર

સંજીવ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “આજે હું 40000 હજાર લોકોની સામે રાષ્ટ્રીય જનતા દળમાં જોડાયો. બધા લોકોએ પ્રતિજ્ઞા લીધી કે પરબત્તાનાી જનતા મને ફરીથી આશીર્વાદ આપશે. હું પ્રતિજ્ઞા લઉં છું કે જો હું 50000 થી ઓછા મતથી જીતી જઈશ તો જીત્યા પછી પણ રાજીનામું આપીશ. આ જ મારી પારબત્તાના લોકોમાં શ્રદ્ધા છે. આ વખતે આરજેડીની સરકાર બનશે અને તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે. જય હિન્દ. 2020 ની વિધાનસભા ચૂંટણીમાં, સંજીવ કુમારે આરજેડીના દિગંબર પ્રસાદ તિવારીને 951 મતોની નજીવી સરસાઇથી હરાવ્યા હતા.

જેડીયુનો જવાબ

જેડીયુએ સંજીવ કુમારના પાર્ટીમાંથી વિદાય લેવા પર પ્રતિક્રિયા આપી છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે કહ્યું કે આ અણધાર્યું નથી. પાર્ટી કાર્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, પાર્ટી નેતૃત્વ તેમની પાર્ટી વિરોધી ગતિવિધિઓથી વાકેફ હતું. સંજીવ કુમાર બિહારના પ્રભાવશાળી મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાની હેઠળની ચૂંટાયેલી એનડીએ સરકારને ઉથલાવવાના નિષ્ફળ ષડયંત્રના માસ્ટરમાઇન્ડ હતા. ઇઓયુ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

સંજીવ કુમારને તકવાદી ગણાવતા પ્રસાદે કહ્યું કે તેમની ગેરહાજરી હોવા છતાં 27 સપ્ટેમ્બરના રોજ પરબત્તા વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલા એનડીએ કાર્યકર્તાઓના સંમેલનમાં જેડીયુના 10,000 થી વધુ કાર્યકરોએ હાજરી આપી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ