Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વોટ બેંક બનશે કિંગ મેકર, તેમને રીઝવવા રાજકીય પક્ષોનું એડી ચોટીનું દમ

Bihar Assembly Election 2025 News : બિહાર વિધાનસભા ચૂંટણી બહુ રસપ્રદ રહેવાની છે. 2005 થી મુખ્યમંત્રી નીતિશ કુમારનો મજબૂત સામાજિક આધાર રહેલો આ વર્ગ હવે ધીમે ધીમે નવા રાજકીય સમીકરણોમાં ઘસાઈ રહ્યો છે.

Written by Ajay Saroya
Updated : November 05, 2025 12:28 IST
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વોટ બેંક બનશે કિંગ મેકર, તેમને રીઝવવા રાજકીય પક્ષોનું એડી ચોટીનું દમ
બિહાર વિધાનસભાની ચૂંટણી -photo - jansatta

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા 2025 બહુ રસપ્રદ રહેવાનું છે. આ વખતે બિહારની રાજનીતિમાં સૌથી વધુ ચર્ચા થતી હોય છે અત્યંત પછાત વર્ગ એટલે કે EBC. આ વર્ગ રાજ્યની કુલ વસ્તીના 36.01% હિસ્સો ધરાવે છે, જે એકલા જ કોઈપણ રાજકીય પક્ષનું નસીબ ચમકાવી શકે છે.

વર્ષ 2023માં હાથ ધરવામાં આવેલા જાતિ સર્વેક્ષણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બિહારમાં ઓબીસી સાથે ઇબીસી કેટેગરીની કુલ વસ્તી લગભગ 63 ટકા છે, તેથી આ વોટ બેંક ‘કિંગમેકર’ની ભૂમિકામાં આવી છે. વિશ્લેષકોનું માનવું છે કે 2025ની વિધાનસભાની ચૂંટણીમાં ઇસીબીના મતદારોના મત નિર્ણાયક બની શકે છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (એસએસએસ)ના શિક્ષક વિવેક કુમારે જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઇબીસી નિર્ણાયક ભૂમિકા ભજવશે તેમાં કોઈ શંકા નથી. પરંતુ પ્રશ્નો એ છે કે શું તેઓ તેમની પોતાની ચેતના પર મત આપી રહ્યા છે અથવા તે બધા પાસે મતદાર ઓળખપત્ર છે?

વિવેક કુમારે કહ્યું કે આપણે ખાસ કરીને ઇબીસી સાથે સંકળાયેલી મહિલાઓ પર ધ્યાન આપવું પડશે. મહિલાઓ તેમના પરિવારોને જાણ કર્યા વિના પોતાની મરજીથી ‘શાંતિથી’ મતદાન કરી રહી છે, જે આ ચૂંટણીમાં એક મોટા પરિબળ તરીકે ઉભરી આવશે. આ સિવાય આ વર્ગના યુવાનો પણ આ ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવશે.

બિહાર રાજ્યના અગાઉના ચૂંટણી પરિણામો પર નજર કરીયે તો, 2005માં સૌથી પછાત વર્ગોએ નીતિશ કુમારને જબરદસ્ત સમર્થન આપ્યું હતું, જેના કારણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ને 143 બેઠકોની સફળતા મળી હતી. 2010માં, આ સમર્થન લગભગ 70% સુધી વધ્યું હતું અને એનડીએને 206 બેઠકો મળી હતી. પરંતુ 2015 અને 2020 ની ચૂંટણીઓ સુધીમાં, આ સમર્થન ઘટીને 65-70% થઈ ગયું હતું. આ જ કારણ છે કે આરજેડી હવે આ મતદારોમાં ધાર મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

2005 થી મુખ્યમંત્રી નીતિશ કુમારનો મજબૂત સામાજિક આધાર રહેલો આ વર્ગ હવે ધીમે ધીમે નવા રાજકીય સમીકરણોમાં ઘસાઈ રહ્યો છે. આરજેડી, કોંગ્રેસ અને પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી આ વર્ગમાં પ્રવેશવાની રણનીતિ પર કામ કરી રહી છે.

ઇબીસી મતદારોને આકર્ષવા માટે મહાગઠબંધને શું કર્યું?

આરજેડીએ તાજેતરમાં મંગની લાલ મંડલને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા, અભય કુશવાહને લોકસભામાં પાર્ટીના નેતા અને રણવિજય સાહુને પ્રદેશ મહાસચિવ બનાવીને ‘બેકવર્ડ કાર્ડ’ મજબૂત કરવાનો સંકેત આપ્યો છે. મહાગઠબંધ ને ઇસીબીના મતોને ધ્યાનમાં રાખીને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી)ના મુકેશ સાહનીને પણ નાયબ મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર બનાવ્યા છે.

ઇબીસીમાં 130 થી વધુ પેટા જાતિઓ

130 થી વધુ પેટા-જાતિઓ ઇબીસીમાં આવે છે. જો કે, ઇસીબી કેટેગરીમાં એકલા કોઈ એક જાતિનો હિસ્સો ત્રણ ટકાથી વધુ નથી. મુસ્લિમ જાતિઓમાં, વણકરો એકમાત્ર જાતિ છે જે નોંધપાત્ર હાજરી ધરાવે છે. આ કુલ વસ્તીના 3.5% છે. અન્ય સાત જાતિઓ – નોનિયા, ચંદ્રવંશી, નાઈ, બરહાઈ , ધુનિયા (મુસ્લિમ), કુંભાર અને કુંજરા (મુસ્લિમ) – વસ્તીના બે ટકાથી પણ ઓછી છે.

આ પણ વાંચો | બિહારમાં કોની બનશે સરકાર? મતદાન પહેલા ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો

તેમનું વલણ ‘સપોર્ટ મોડલ’ વાળું રહ્યું છે, એટલે કે જેની યોજનાઓનો તેમને લાભ મળે છે તે પક્ષની તરફેણમાં તેઓ ઝૂકી જાય છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2025ની વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ગ સત્તાનો ખરો નિર્ણય લેશે. જો ઇબીસીના મતદારો ભેગા થાય છે, તો કોઈપણ પક્ષ માટે સત્તાનો માર્ગ સરળ બની શકે છે, પરંતુ જો તેઓ વિખેરાઈ જાય છે, તો હરીફાઈ પહેલા કરતા વધુ ત્રિકોણીય બની જશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ