BJP Central Observer : ભાજપે ત્રણ રાજ્યો માટે નિરીક્ષકોના નામ કર્યા જાહેર, રાજનાથ જશે રાજસ્થાન, MPમાં મનોહર લાલ ખટ્ટર, વાંચો યાદી

ભાજપે ત્રણ રાજ્યો માટે નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે જેમાં રાજનાથ સિંહ રાજસ્થાન મનોહર લાલ ખટ્ટર મધ્ય પ્રદેશ અર્જુન મુંડા છત્તીસગઢ જશે.

Written by Ankit Patel
Updated : December 08, 2023 14:11 IST
BJP Central Observer : ભાજપે ત્રણ રાજ્યો માટે નિરીક્ષકોના નામ કર્યા જાહેર, રાજનાથ જશે રાજસ્થાન, MPમાં મનોહર લાલ ખટ્ટર, વાંચો યાદી
રાજનાથ સિંહ, મનોહરલાલ ખટ્ટર, અર્જૂન મુંડા - ફાઇલ તસવીર

BJP Central Observer list : ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોના નામની જાહેરાત કરી છે. રાજસ્થાન માટે ભાજપે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને રાજ્યસભા સાંસદ સરોજ પાંડેના નામની જાહેરાત કરી છે.

બીજેપી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણ અને રાષ્ટ્રીય સચિવ આશા લાકરાને મધ્યપ્રદેશ માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છત્તીસગઢમાં વિધાનસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડા, આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમના નામની જાહેરાત કરવામાં આવી છે.

જૂના ચહેરાઓને રિપીટ નહીં કરે BJP

ભાજપની અંતર અને બહાર એ વાતને લઈને સતત સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાર્ટી આ વખતે મધ્ય પ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં પોતાના જૂના મુખ્યમંત્રી ચહેરાઓને નજર અંદાજ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ભાજપ ત્રણ રાજ્યોમાં નવા ચહેરાઓ ઉપર દાવ લગાવી શકે છે.

તાજેતરમાં સંપન્ન થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં શાનદાર જીત નોંધાવી હતી. પાર્ટીએ આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ફેસની જાહેરાત કરી ન્હોતી. મધ્ય પ્રદેશમાં જ્યાં ભાજપ બે તૃતિયાંસ બહુમતી સાથે મોટી જીત મેળવી છે તો વર્તમાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો દાવો સૌથી મજબૂત માનવામાં આવી રહ્યો છે. પરંતુ પાર્ટીની અંદર રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પણ એક સલાહ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટી છત્તીસગઢમાં કોઈ ઓબીસી આદિવાસી ચહેરાને રાજ્યની બાગડોર સોંપશે. એટલા માટે મુખ્યમંત્રી પદની રેસમાં લતા ઉસેંડી, ગોમતી સાય અને રેણુકા સિંહ જેવા અનુસૂચિત જનજાતિ વર્ગના નેતાઓના નામ આગળ ચાલી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ