Pragya Singh Thakur : ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર (BJP MP Sadhvi Pragya Thakur)હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ફરી એક વખત તેમણે વિવાદિત નિવેદન કર્યું છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે હિન્દુઓને પોતાના ઘરોમાં હથિયાર રાખવાની સલાહ આપી છે. સાથે લવ જેહાદને (Love Jihad)લઇને કહ્યું કે તે પ્રેમ પણ કરે છે તો તેમાં જેહાદ કરે છે.
હિન્દુ પોતાના ઘરમાં ધારદાર ચાકુ તૈયાર રાખે – સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
કર્ણાટકના શિવમોગ્ગામાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે હિન્દુઓએ પોતાના સ્વમાન પર હુમલો કરનારને જવાબ આપવાનો અધિકાર છે. પોતાના ઘરમાં હથિયાર રાખે અને કશું નહીં તો ઓછામાં ઓછા શાકભાજી કાપતા ચપ્પાનો ઉપયોગ કરે. ખબર નહીં કે ક્યારે કેવી સ્થિતિ આવી જાય. બધાને આત્મરક્ષાનો અધિકાર છે. જો કોઇ આપણા ઘરમાં ઘૂસીને આપણા પર હુમલો કરે તો જડબાતોડ જવાબ આપવો આપણો અધિકાર છે.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે લવ જેહાદને લઇને શું કહ્યું
ભોપાલથી બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે લવ જેહાદને લઇને પણ એક નિવેદન આપ્યું છે. લવ જેહાદ! તેમની પાસે જેહાદની પરંપરા છે અને કશું નહીં તો લવ જેહાદ કરે છે. પ્રેમ કરે છે તો તેમાં પણ જેહાદ કરે છે. આપણે પણ ઇશ્વરથી પ્રેમ કરીએ છીએ. એક સંન્યાસી પોતાના ઇશ્વરને પ્રેમ કરે છે.
આ પણ વાંચો – લોકસભા 2024 અંગે રોડ મેપ તૈયાર કરશે આ નવ રાજ્યોની ચૂંટણી
કર્ણાટકમાં હિન્દુ જાગરણ વૈદિક દક્ષિણ ક્ષેત્રના વાર્ષિક સંમેલનમાં બોલતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે સંન્યાસી કહે છે કે ભગવાન દ્વારા બનાવેલી આ દુનિયામાં બધા અત્યાચારીયો અને પાપીઓને ખતમ કરો. જો અહીં પ્રેમની સાચી પરિભાષા નહીં બચે તો તેમાં સામેલ લોકોને જવાબ આપો. લવ જેહાદમાં સામેલ લોકોને પણ તે પ્રકારે જવાબ આપો. પોતાની યુવતીઓની રક્ષા કરો અને તેમને સાચા મૂલ્યો શીખવાડો.
પ્રજ્ઞા ઠાકુરે લોકોને કહ્યું કે પોતાના ઘરમાં પૂજા કરો, પોતાના ધર્મ અને શાસ્ત્રો વિશે વાંચો, પોતાના બાળકોને તે વિશે વંચાવો જેથી બાળકો આપણી સંસ્કૃતિ અને મૂલ્યો વિશે જાણી શકે.