Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા દરમિયાન દિલ્હીના લાલ કિલ્લા પરથી રાહુલ ગાંધીના ભાષણ પર ભારતીય જનતા પાર્ટીએ શનિવારે (24 ડિસેમ્બર, 2022) વળતો પ્રહાર કર્યો. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી પ્રેમ ફેલાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ તેમની સાથે એવા લોકો પણ ચાલી રહ્યા છે, જેઓ ભારતના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન ટુકડે ટુકડે ગેંગના લોકો અલગ-અલગ જગ્યાએ તેમની સાથે હતા. તેમની સાથે ચાલીને તમે પ્રેમ કેવી રીતે ફેલાવી શકશો?
બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વની ચેતનાને આગળ લઈ જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, પ્રેમની વાત કરીએ છીએ, પરંતુ જે લોકો દેશ વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે તેમની સાથે ચાલીને તમે પ્રેમનો શું સંદેશ આપવા માંગો છો?
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ વધુમાં પૂછ્યું કે, શું તમે 1962ને ભૂલી ગયા છો. અમે પૂછતા હતા કે તે જમીન ક્યારે પરત મળશે જે જવાહરલાલ નહેરુ પીએમ હતા ત્યારે પડાવી લેવામાં આવી હતી. તમે કહો છો કે સેના મારપીટ કરી રહી છે, તો શું તમારી પાર્ટીની, સેના પ્રત્યેની રણનીતિ નફરત ફેલાવવાની રહી છે.
રાહુલ ગાંધીના મેડ ઇન ચાઇના નિવેદન પર રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે. અમે ચાઈના એપલ ફોનની 14 ફેક્ટરીઓ કોરોકાલમાં લાવ્યા. તેણે કહ્યું કે એપલ અને સેમસંગ ફોન પણ ભારતમાં બને છે, જેમાં મેડ ઇન ઇન્ડિયા લખેલું હોય છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, તમારી સરકારમાં (કોંગ્રેસ સરકાર) તો સેના માટે શસ્ત્રો ખરીદવામાં પણ કમિશન ચાલતુ હતુ કે નહીં? આજે જે રીતે ભારતીય સેનાના સાધનો બહારથી પણ આવે છે અને ભારતમાં પણ બની રહ્યા છે. આજ પરિણામ છે કે આજે ભારતીય સેના જવાબ આપી રહી છે.
તમને જણાવી દઈએ કે, દિલ્હીના લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે પીએમ મોદી કહે છે કે, સરહદમાં કોઈ ઘૂસ્યું નથી તો ભારતીય સેનાએ ચીનની સેના સાથે 21 વખત કેમ વાત કરી? સાથે જ તેમણે દાવો કર્યો કે, ચીને જમીન હડપ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, જૂતા અને શર્ટ પર પણ મેડ ઇન ચાઇના દેખાય છે. આપણે તેને મેડ ઇન ઇન્ડિયા બનાવવું પડશે.
આ પણ વાંચો – ભારત જોડો યાત્રા : રાહુલ ગાંધીએ લાલ કિલ્લાથી કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું – પીએમ પર લગામ, આ અંબાણી-અદાણીની સરકાર
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન પણ લગામ લાગેલી છે. આ અદાણી-અંબાણી સરકાર છે. દેશમાં ક્યાંય નફરત નથી, માત્ર મીડિયા 24 કલાક હિન્દુ-મુસ્લિમ કરે છે. રાહુલે કહ્યું કે, ભાજપ હિંદુ ધર્મની વાત કરે છે, પરંતુ હિંદુ ધર્મમાં ક્યાંય કોઈ ગરીબને મારવાનું લખેલું નથી.