2014માં એનડીએ સરકારના સત્તામાં આવ્યા બાદ NCERTની સમાજ વિજ્ઞાનના અભ્યાસ ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા પુસ્તક 2002ની ગુજરાત હિંસાના સંદર્ભોને ઠીક કરવનાને લઇને, મુગલ કાળ અને જાતિ વ્યવસ્થા સાથે જોડાયેલા અભ્યાસક્રમમાં ગણા ફેરફાર કરવામાં આવ્યા છે. NCERTના નવા પુસ્તકોના વિરોધ અને સામાજિક આંદોલનો પર અધ્યાયોને હટાવવામાં આવ્યા છે. આ અંગે લેખક અને મહાત્મા ગાંધીના પપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીની અસલી ઓળખ અને વિરાસતે ભાજપ – આરએસએસને હંમેશાથી પરેશાન કર્યા છે.
BJP-RSS મહાત્મા ગાંધીને એ રંગમાં રંગવા ઇચ્છે છે જેમાં તે જોવા માંગે છે
તુષાર ગાંધીએ કહ્યું કે તે એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકથી હટાવવામાં આવેલા આશ્ચર્યચકિત નથી. પરંતુ ચિંતિત છે કે આ પ્રકારના વધુ પ્રયત્નો કરવામાં આવશે. બુધવારે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તુષાર ગાંધીએ કહ્યું કે આ ચેપ્ટર્સથી સંઘ પરિવારના ખોટા માહિતી અભિયાનને પ્રોત્સાહન મળશે.
તુષાર ગાંધીએ કહ્યું કે સંઘ પરિવાર દ્વારા ઇતિહાસને નષ્ટ કરવાના પ્રયત્નથી મને કોઇ આશ્ચર્ય નથી. તેમણે ઇતિહાસને ફરીથી લખવા અને સ્થાપિત ઇતિહાસને બદનામ કરવા માટે પોતાની ઇચ્છાઓ અંગે કંઇ છુપાવ્યું નથી. આનાથી બે ઉદ્દેશ્યોની પૂર્તિ થાય છે.
આ પણ વાંચોઃ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ કર્ણાટકની 31 બેઠકો ઉપર હિન્દુત્વનો દબદબો, ભાજપ ફરીથી પુનરાવર્તન કરશે?
તેઓ ઇતિહાસના એક સુવિધાનજનક સંસ્કરણ લખવામાં સક્ષમ છે. જે તેમને સૂટ કરે છે. તેઓ ગાંધીને એ રંગમાં રંગી શકે છે જેમાં તેઓ જોવા માંગે છે. મોહનદાસ કરમચંદ ગાંધીની વાસ્તિવિક ઓળખ અને વિરાસતે હંમેશા તેમને પરેશાન કર્યા છે.





