BJP TV Channel: ભારતીય જનતા પાર્ટી (BJP) ની તમિલનાડુ યુનિટ એક નવું પગલું ભરવા જઈ રહી છે, જેમણે અનેક લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ રાજ્યમાં એક ટીવી ચેનલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ કેરળમાં પાર્ટીના મુખપત્ર ગણાતા જનમ ટીવીનું વિસ્તરણ હશે. સૂત્રોનું કહેવું છે કે, તેની જાહેરાત સોમવારે (23 જાન્યુઆરી, 2023) કરવામાં આવશે.
ચેનલ શરૂ કરવા માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
ચેનલને શરૂ કરવા માટે રૂ. 15 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે રકમ રાજ્યમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સંસાધનોનો ઉપયોગ કરીને એકત્ર કરવામાં આવશે. હાલમાં ચેનલના લોન્ચિંગની તારીખ નક્કી કરવામાં આવી નથી.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, તમિલ ચેનલનું નામ પણ જનમ ટીવી હશે. નેતાએ એમ પણ કહ્યું કે, “તે શહેરના અલવરપેટ ખાતે સ્થિત થશે અને પ્રારંભિક ખર્ચ આશરે 15 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ચેનલ શરૂ કરવા માટે તમિલનાડુમાં પાર્ટી અને RSSના સંસાધનોનો ઉપયોગ કરીને આ રકમ એકત્ર કરવામાં આવશે.”
તમિલનાડુ ભાજપના વડા આ પ્રોજેક્ટની દેખરેખ કરશે
તેમણે ચેનલનો ઉલ્લેખ ‘કે અન્નામલાઈના બાળકો’ તરીકે કર્યો હતો. અન્નામલાઈ પાર્ટીના રાજ્ય યુનિટના વડા છે. નેતાએ કહ્યું, “અન્નામલાઈ પ્રોજેક્ટનું ધ્યાન રાખશે. આ પ્રોજેક્ટનું મુખ્ય કારણ તેમની રાજ્યવ્યાપી પદયાત્રાનું વ્યાપક કવરેજ પૂરું પાડવાનું છે જે 14 એપ્રિલ, 2023થી શરૂ થશે. કેરળમાં જનમ ટીવીએ સબરીમાલા વિવાદ દરમિયાન ભાજપ અને આરએસએસના પ્રચાર પ્રયાસોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.