West Bengal News: પશ્વિમ બંગાળના પુરબા મેદિનીપુર વિસ્તારમાં ટીએમસી કાર્યકર્તાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પુરબા મેદિનીપુર સીમાના ભૂપ નગર પોલીસ સ્ટેશનના અર્જૂન નગર વિસ્તારમાં તૃણમૂળ કોંગ્રેસના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરમાં શુક્રવારે રાત્રે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓના મોત થયા છે.
પ્રભારી અધિકારી ભૂપતિ નગર કાજલ દત્તાએ જણાવ્યું હતું કે પુરબા મેદિનીપુરમાં ટીએમસી બૂધ અધ્યક્ષના આવાસ પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ઘટના સ્થળે ત્રણ લાશ મળી હતી. તેમની હજી સુધી ઓળખ થઈ નથી.
પશ્વિમ બંગાળના પુરબા મેદિનીપુર જિલ્લાના અર્જૂન નગર વિસ્તારમાં તૃળમૂલ કોંગ્રેસના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરમાં શુક્રવાર મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. દુર્ઘટનાથી ત્રણ લોકો ઘાયલ થવાની સૂચના છે.
આ પણ વાંચોઃ- બ્રાઝીલએ કેમરૂનથી હાર્યા પછી પણ નોકઆઉટમાં શામેલ, દક્ષિણ કોરિયા વિરુદ્ધ પોર્ટુગલની હારથી બહાર
જોરદાર વિસ્ફોટમાં બૂથ પ્રમુખનું આખું ઘર ધરાશાયી થઈ ગયું. અકસ્માતની માહિતી મળતાં પહોંચેલી પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.