Threat Mail Ram Temple with Bombs : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ, આ પહેલા શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર શનિવારના રોજ અયોધ્યાની મુલાકાત લીધી હતી અને તેના એક દિવસ પછી જ શ્રી રામ મંદિર, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના વડા અમિતાભ યશને બોમ્બની ધમકી આપવામાં આવી હતી.
ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષને મેલ મળ્યો
એક વ્યક્તિએ ઈમેલ દ્વારા ધમકી આપી છે અને પોતાને ISIS સાથે સંકળાયેલ હોવાનું જણાવ્યું છે. આરોપીએ ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને એક ઈમેલ મોકલ્યો છે, જેમાં તેણે યોગી આદિત્યનાથ, અમિતાભ યશ અને શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. પોલીસે કહ્યું છે કે, લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી છે.
ધમકીભર્યો મેલ 27 ડિસેમ્બરે બપોરે 2.07 કલાકે આવ્યો હતો. આ મેઈલમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઈમેલ મોકલનારએ તેનું નામ ઝુબેર હુસૈન જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલો છે અને આ ત્રણ લોકોના કારણે તે પરેશાન છે.
આ પણ વાંચો – શું તમારી પાસે QR કોડ બતાવી રામ મંદિર માટે કોઈ દાન માંગી રહ્યું છે? સાવચેત રહો, મોટો ફટકો પડી શકે છે
દેવેન્દ્ર તિવારીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું કે, બપોરે 2.07 કલાકે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, એસટીએફના વડા અમિતાભ યશ અને મારા નામની મેલ દ્વારા ઉર્ફે ઝુબેર ખાન નામના વ્યક્તિ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સાથે હું ઈમેલની ફોટોકોપી પણ જોડું છું અને પ્રશાસન પાસેથી સુરક્ષા અને તપાસની માંગ કરું છું. જો આ ફરિયાદની નોંધ લેવામાં નહીં આવે તો હું સ્વીકારીશ કે, હવે મારો નંબર પણ બિન સમુદાય એટલે કે જેહાદી લોકો દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને હું ટૂંક સમયમાં જ ગૌ સેવાના નામે શહીદ થઈ શકું છું.”
તમને જણાવી દઈએ કે PM મોદી શનિવારે અયોધ્યા પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી.





