Bombay HC: રાજ્યભરમાં દિવાળીના તહેવારને લઇ ઉત્સાહનો માહોલ સર્જાયો છે. જેને લઇને લોકો કાર્યભારમાંથી રજાના મૂડમાં હોય છે. ત્યારે દિવાળી તહેવારને લઇ ન્યાયાધીશો પણ રજાઓ પર જતા હોય છે. જેને લઇને સબીના લકડાવાળાએ અરજી કરી છે.
‘ન્યાય માંંગવાનો અધિકાર પ્રભાવિત થાય છે’
બોમ્બે હાઇકોર્ટ ગુરુવાર 20 ઓક્ટોબરથી દિવાળીના તહેવારની રજાઓ બાદ સુનાવણી કરવાની વાત સાથે સહમત થઇ ગઇ છે. જેને લઇને હાઇકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ છે કે, કોર્ટની લાંબાગાળાની રજા એ નાગરિકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થયુ કહેવાય. કારણ કે અરજદારોને ન્યાય માગંવાનો અધિકાર કોર્ટની આટલી લાંબી રજાઓથી પ્રભાવિત થાય છે.
‘અરજદારોના અધિકારોનું ઉલ્લંઘન’
સબીના લકડાવાળાની અરજીમાં એક માંગ કરવામાં આવી છે. અરજીમાં કોઇ પણ પ્રકારની રજા માટે કોર્ટને 70 દિવસથી વધુ સમય સુધી બંધ રાખવી એ અરજદારોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયુ ગણાય. એવા સંજોગોમાં કોર્ટની લાંબી રજાઓની પ્રથાને નાબૂદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
‘કોર્ટ તદ્દન નિષ્ફળ રહી’
આ સાથે અરજદારે વધુ એક વાત પર લોકોનું ધ્યાન દોર્યું છે કે, તેને કોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટેની વિનંતી કરી હતી. જેમાં કોર્ટ તદ્દન નિષ્ફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલો ઉચ્ચ પેન્ડેસીનું કારણ હતું. જેમાં કોર્ટની લાંબાગાળાની રજાઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે.
અરજદારે કહ્યું…’જજોની રજા સામે વાંધો નથી’
લકડાવાળાના વકીલ મૈથ્યૂજ નેદુમપારાએ જણાવ્યું હતું કે, અરજદારોને ન્યાયધીશો રજા પર જાઇ તેની સામે કોઇ વાંધો નથી. પરંતુ ન્યાયપાલિકાના તમામ સભ્યોએ એક જ સમય પર રજા ન લેવી જોઇએ. જેથી અદાલતો આખું વર્ષ કાર્ય કરતી રહે અને તેમનું કામ પણ ન ખોરવાય. નેદુમપારાએ ગુરૂવારે ન્યાયમૂર્તિ ગંગાપુરવાળા અને ન્યાયમૂર્તિ આર એન લડ્ઢાની ખંડપીઠ સમક્ષ તત્કાલ સુનાવણીની માંગ કરી અરજીનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: PM મોદી ધનતેરસે ‘રોજગાર મેળો’ શરૂ કરશે, 75,000 લોકોને નિમણુંક પત્ર આપશે
‘ખંડપીઠે વકીલ પાસે માંગ્યો જવાબ’
ખંડપીઠે વકીલને સવાલ કર્યો હતો કે હવે કેમ જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2022 માટે ઉચ્ચ ન્યાયાલયનુ કેલેન્ડર ગયા વર્ષે જ બહાર પાડી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ બોમ્બે હાઇકોર્ટે નિવેદન આપ્યું હતું કે ખંડપીઠ 15 નવેમ્બરે જનહિતની અરજી પર સુનાવણી કરશે.
જજો પાસે આટલી રજા હોય છે
ઉલ્લેખનીય છે કે, ઉચ્ચ ન્યાયાલય દર વર્ષે ત્રણ વખત બ્રેક લે છે. જેમાં ગર્મીની રજા (1 મહિનો), દિવાળીની રજા (15 દિવસ) તેમજ ક્રિસમસ પર એક અઠવાડિયાની રજાનો સમાવેશ થાય છે. ન્યાયધીશોની રજાઓ દરમિયાન તત્કાલ ન્યાયિક કાર્યો માટે વિશેષ અવકાશ બેન્ચ પ્રાપ્ય હોય છે. જોકે લકડાવાળાએ તેની અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, લાંબી અદાલતી રજાઓ વસાહતી યુગને અંકિત કરે છે તેમજ ન્યાયિક પ્રણાલીના પતનમાં તે ભૂમિકા ભજવે છે.
સમગ્ર મામલે જોવું એ રહ્યું કે, સબિના લકડવાળાએ કરેલી અરજીનો આખરે શું નિકાલ આવે છે. શું ન્યાયધીશોની રજાઓ ધટાડવી યોગ્ય છે? કે પછી કોઇ કાયમી વિકલ્પ ઉકેલ લાવવો જોઇએ. જેથી લોકોના મૌલિક અધિકારોનું પણ હનન ન થાય અને ન્યાયાધીશો સાથે પણ અન્યાય ન થાય.