today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા
Kanjhawala Death Case: દુર્ઘટનાવાળી રાત્રે ડ્યૂટી પર રહેલા રોહિણી જિલ્લાના 11 પોલીસકર્મી સસ્પેન્ડ, MHAના નિર્દેશ પર મોટી કાર્યવાહી
ધ્રાંગધ્રામાં સ્વામિનારાયણ સંસ્કારધામ હોસ્પિટલ બનાવાશે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (13 જાન્યુઆરી, 2023) વારાણસીથી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ MV ગંગા વિલાસ ક્રૂઝને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કર્યું હતું. કાશીથી બોગીબીલ સુધીની 3200 કિમીની રોમાંચક યાત્રામાં સ્વિત્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ આ ક્રૂઝમાં સામેલ થશે. પ્રસ્થાન પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ વારાણસીના રવિદાસ ઘાટ પર હાજર રહ્યા હતા.
નાસિક: મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. નાસિક-સિન્નર રોડ પર એક ખાનગી લક્ઝરી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં સવાર તમામ મુસાફરો સાંઈ બાબાના દર્શન કરવા શિરડી જઈ રહ્યા હતા.
વિધાનસભામાં વિપક્ષ નેતા મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન, તેમણે જણાવ્યું હતું કે સમય મર્યાદામાં વિપક્ષ નેતા જાહેર થઇ જશે, પદ નહીં અપાય તો કાયદાકીય લડત આપીશું
દિલ્હીથી પુણે જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. સુરક્ષા એજન્સીઓ ધમકીભર્યા કોલ બાદ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પુણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 6.30 વાગે ધમકીભર્યો કોલ આવ્યો હતો જેના પગલે મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ હવામાન સંબંધિત નવી માહિતી શેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરી (રવિવાર)થી દિલ્હી સહિત પડોશી રાજ્યોના વિવિધ ભાગોમાં ઠંડીની લહેર પ્રવર્તે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોલ્ડવેવના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં ધુમ્મસની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે પૂર્વ યુપી અને બિહારમાં હજુ પણ ગાઢથી ગાઢ ધુમ્મસ છવાયેલુ છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવારે ઉત્તર ભારતમાં આવતા સપ્તાહથી શીત લહેરનો નવો તબક્કો શરૂ થવાની અને તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.