સુરતના એક વેપારીની ધરપકડ કરીને ત્રાસ આપવામાં કથિત રીતે સામેલ સંડોવાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, છેતરપિંડીના આરોપના એક મામલામાં પહેલા વેપારીએ સુપ્રીમ કોર્ટેમાંથી પહેલા જ આગોતરા જામીન મેળવ્યા હતા. સર્વોચ્ચા અદાલતે આ મહિનાની શરૂઆતમાં વેપારીની “ગેરકાયદે અટકાયત” ની નોંધ લીધી હતી અને તેને “સ્થિર અવમાનના” ગણાવ્યું હતુ. સોમવારે, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, તે ગુજરાત હાઈકોર્ટને મેજિસ્ટ્રેટને યોગ્ય તાલીમ આપવાનું કહેશે.
આ દરમિયાન, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સોમવારે વેસુ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા સસ્પેન્ડેડ ઇન્સ્પેક્ટર આર.વાય. રાવલ સામે ખાતાકીય તપાસ શરૂ કરી હતી. તેના પર રિમાન્ડના સમયગાળા દરમિયાન બિઝનેસમેન તુષાર શાહને હેરાન કરવાનો આરોપ છે.
રાવલે 13 ડિસેમ્બરે વેપારી તુષાર શાહની ધરપકડ કરી હતી. 27 જુલાઈ, 2023 ના રોજ, ફરિયાદી અભિષેક ગોસ્વામી દ્વારા રૂ. 1.65 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં વેપારી તુષાર શાહને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તેમના રિમાન્ડ સમયગાળા દરમિયાન, શાહને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યો હતો અને બાકી લેણાંની પતાવટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
8 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે છેતરપિંડીના કેસમાં શાહને વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ શાહે સર્વોચ્ચ અદાલત સમક્ષ તિરસ્કારની અરજી દાખલ કરી આરોપ લગાવ્યો કે, રિમાન્ડના સમયગાળા દરમિયાન તેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.
સુપ્રીમ જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે આ મહિનાની શરૂઆતમાં પોલીસ અધિકારીઓ અને સુરતના ન્યાયિક મેજિસ્ટ્રેટને નોટિસ પાઠવી હતી.
આ પણ વાંચો – ચાંગોદર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગતા બ્લાસ્ટ, ટ્રકમાં જ 2 લોકોના મોત, એક રાહદારી ઘાયલ
આ પછી તોમરે રાવલ સામે પ્રાથમિક તપાસ શરૂ કરી. સુરતના એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક અહેવાલોના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર રાવલને ગયા અઠવાડિયે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.





