Cash-for-query case: કેશ ફોર ક્વેરી કેસની તપાસ સીબીઆઈ કરી શકે છે. ભાજપના નેતા નિશિકાંત દુબેએ આ દાવો કર્યો છે. જો આ દાવો સાચો સાબિત થશે તો મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી જશે. આ મામલામાં લોકસભાની એથિક્સ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે આ પૂછપરછ વચ્ચે નિશિકાંત દુબેએ સીબીઆઇ તપાસ થવાની વાત કહી છે.
નિશિકાંત દુબેએ ટ્વિટ કર્યું કે લોકપાલે આજે મારી ફરિયાદ પર આરોપી સાસંદ મહુઆ જી પર રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર રાખીને ભ્રષ્ટાચાર કરવા પર સીબીઆઈ ઇન્કવાયરીનો આદેશ આપ્યો છે. સીબીઆઈની આ તપાસ પર મહુઆ મોઈત્રાએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેના પર સુનાવણી કરતા પહેલા ઘણા બીજા અદાણી પર આવા મામલા છે જેની તપાસ થવી જોઈએ. ત્યાર બાદ તપાસ એજન્સી ઇચ્છે તો તેમના ચંપલ ગણવા માટે આવી શકે છે.
આ કેસ વિશે વાત કરવામાં આવે તો નિશિકાંત દુબેનો આરોપ છે કે મોઇત્રાએ લોકસભામાં ગૌતમ અદાણીની છબી બગાડવા માટે જાણીજોઇને એવા સવાલો કર્યા હતા, જેના કારણે વિવાદ થયો હતો. એવું પણ કહેવાતું હતું કે ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસે મોઇત્રાનું લોકસભા લોગ ઇન આઇડી પણ પહોંચી ગયું હતું. એટલે કે સવાલ પણ તેમના તરફથી લખાઇ રહ્યા હતા.
આ પણ વાંચો – ભાજપના નેતાનો સનસનીખેજ દાવો – પત્ની સુનીતાને સીએમ બનાવવા માંગે છે કેજરીવાલ
સૂત્રો કહે છે કે મહુઆ મોઇત્રા પર કાર્યવાહી કરવા માટે 2005ના ચુકાદાને ટાંકવામાં આવી શકે છે. જ્યારે 11 સાંસદોને પૈસા લઇને સવાલ પૂછવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે 2007માં સુપ્રીમ કોર્ટે પણ આ સાંસદોને ગેરલાયક ઠેરવવાને યોગ્ય ઠેરવ્યું હતું. મહુઆ મોઇત્રા સામે પણ કાર્યવાહી કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
આ કેસમાં મોઇત્રા મુશ્કેલીમાં ફસાઇ જાય તો એથિક્સ કમિટી પણ તેના કેટલાક આક્ષેપોને કારણે સવાલો ઉઠી રહ્યા છે. 2 નવેમ્બરના રોજ મહુઆ મોઇત્રા આ કેસમાં એથિક્સ કમિટી સમક્ષ હાજર થયા હતા. આ સમિતિની અધ્યક્ષતા ભાજપના સાંસદ વિજય સોનકર કરી રહ્યા છે. સમિતિમાં ભાજપ સભ્યોની બહુમતી છે. સુનાવણીમાં મોઇત્રાએ અંગત પ્રશ્નો પૂછવા બદલ સમિતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પણ ફરિયાદ કરી હતી.





