વિદેશી મેડિકલ ગ્રેજયુએટ્સ જરૂરી પરીક્ષા પાસ કર્યા વગર પ્રેકટીસ કરી રહ્યા હતા, આ ગ્રેજ્યુએટ્સ અને સ્ટેટ મેડિકલ કાઉન્સિલ વિરુદ્ધ જાહેર તપાસ અંગે સીબીઆઈએ સિમલા અને હમીરપુર સહીત દેશભરના 91 સ્થળોએ દરોડા (raid) પડ્યા હતા. સીબીઆઈએ સિમલામાં આવેલ લક્કડ બજાર સ્ટેટ મેડિકલ કાઉન્સિલ અને હમીરપૂર જિલ્લાના ડોહમાં એક વ્યક્તિના ઘરે દરોડા પડ્યા હતા.
વ્યક્તિ પર યુક્રેનથી નકલી ડિગ્રી લાવવાનો આરોપ હતો. સીબીઆઈ મેડિકલ ગ્રેજયુએટ્સના રેકોર્ડ પણ લીધો હતો. સીબીઆઈએ 14 સ્ટેટ મેડિકલ કાઉન્સિલ અને 73 વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમણે જરૂરી વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ પરીક્ષા (એફએમજીઈ) પાસ કર્યા વગર ભારતમાં મેડિકલનો અભ્યાસ કરવાની મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: ભારતીય એરફોર્સે ‘બ્રહ્મોસ મિસાઇલ’નું સફળ પરિક્ષણ કર્યુ
એક વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે નેશનલ મેડિકલ કમિશન કે સ્ટેટ મેડિકલ કાઉન્સીલની સાથે કામચલાઉ અને કાયમી નોંધણી માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામની એફએમજીઈ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે. મળતી માહિતી મુજબ એનબીઈ રિઝલ્ટ ઉમેદવારો સહિત પરિષદોને પણ મોકલવામાં આવે તેવો નિયમ છે.
આ પણ વાંચો: PM Modi Mother Death Live : PM મોદીના માતા હીરાબાનું નિધન
એજેન્સીએ કહ્યું કે, જયારે આ ઉમેદવારોએ નકલી ડિગ્રી યોગ્યતા પ્રમાણ પાત્રો પણ આપ્યા હતા ત્યારે મેડિકલ બોર્ડ સીધા NBE પાસેથી તેની ચકાસણી કરી શક્યું હોત, પરંતુ એવું કરવામાં આવ્યું ન હતું. સીબીઆઈએ રાજ્યની મેડિકલ કાઉન્સિલના અજ્ઞાત અધિકારીઓ, તત્કાલીન મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને 73 વિદેશી મેડિકલ ગ્રેયુએટ્સ વિરુદ્ધ ભ્રષ્ટાચાર, ગુનો, નકલી અને છેતરપીંડીનો કેસ નોંઘ્યો હતો.