scorecardresearch

Googleને CCIએ ₹936 કરોડનો દંડ ફટકાર્યો, ચાલુ મહિને બીજી વખત દંડ થયો

CCI fines on Google : Googleને CCIએ ચાલુ મહિને બીજી વખત દંડ ફટકાર્યો છે, એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેગમેન્ટમાં પોતાની મજબૂત બજાર સ્થિતિનો દુરુપયોગ કરવાનો આરોપ.

Googleને CCIએ ₹936 કરોડનો દંડ ફટકાર્યો, ચાલુ મહિને બીજી વખત દંડ થયો

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ગુગલ પર તેના પ્લે સ્ટોર સંબંધિત પોલિસીના સંદર્ભમાં પોતાની સ્થિતિનો દુરુપયોગ કરવા બદલ 936.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ સીસીઆઇ એ Googleને નિર્ધારિત સમયમર્યાદામાં તેની પોલિસીમાં સુધારો કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

Google પર કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની ચાલુ મહિને આ બીજી કાર્યવાહી છે. થોડાક દિવસ અગાઉ જ આઇટી કંપની Googleને CCIએ લગભગ 1,338 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગૂગલ પર પ્રતિસ્પર્ધા વિરોધ નીતિઓ મારફતે એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેગમેન્ટમાં પોતાની મજબૂત બજાર સ્થિતિનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકાયો છે.

જાણો શું છે સમગ્ર મામલો

કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) અનુસાર, જો કોઈ એપ ડેવલપર પોતાની એપને ગૂગલ પ્લેસ્ટોર પર વેચવા માંગે છે અથવા એપ/મોબાઈલ ગેમની મદદથી પૈસા કમાવવા માંગે છે, તો તેણે ગૂગલની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે. સીસીઆઈના મતે આ ઈન્ડિયન કોમ્પિટિશન એક્ટનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચોઃ- Googleને CCIએ ફટકાર્યો ₹1338 કરોડનો દંડ, જાણો શા માટે

આથી CCIએ ગૂગલ પર 936.44 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સાથે ગૂગલને આદેશ આપવામાં આવ્યો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર એપ ડેવલપર્સને થર્ડ પાર્ટી પેમેન્ટ સિસ્ટમ અને UPI હેઠળ નાણાં કમાવવાની મંજૂરી આપે. ઉપરાંત, CCI એ Google ને આદેશ આપ્યો છે કે Google કોઈપણ APP ડેવલપરને તેની પોતાની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા દબાણ કરી શકે નહીં.

Web Title: Cci fines google rs 936 crore in second antitrust penalty this month

Best of Express