ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમુદમાં ભારતને ચીન અને પાકિસ્તાનથી મોટો ખતરો છે. પરંતુ આપણે જે અંદાજમાં પોતાની તૈયારી કરી રહ્યા છીએ. તેને જોઈને લાગતું નથી કે આપણે તેનો મુલાબલો કરવાની સ્થિમાં છીએ. જનરલ ચૌહાણે આ વાત પાર્લિયામેન્ટ સ્ટેડિંગ કમિટી ઓફ ડિફેન્સને મોકલી છે. તેમણે કહ્યું કે નંબરની સ્થિતિમાં ચીનની નેવી દુનિયાની સૌથી મોટી છે. જ્યારે પાકિસ્તાન પોતાના દોસ્ત ચીનની મદદથી જે ગતિથી પોતાની નેવી મજબૂત કરવાનું કામ કરે છે જે આપણી તુલનામાં વધારે સારી સ્થિતિમાં છે.
જનરલ ચૌહાણે ભારતીય નૌ સેનાનું વિવરણ આપતા પોતાની રિપોર્ટમાં જણાવ્યું હતું કે આપણી પાસે અત્યારના સમયમાં 131 જહાર છે. આપણો ટાર્ગેટ 200 જહાજ તૈયાર કરવાનો છે. પરંતુ આપણે જે ગતિથી ચાલી રહ્યા છીએ એને જોતા એટલું કહી શકાય કે આંકડા 155-160 સુધી જઈ શકે છે. તેમનું કહેવું છે કે જહાજોની સંખ્યામાં મામલામાં આ સારો આંકડો નથી.
સંસદના સત્રમાં રાખવામાં આવ્યો સ્ટેડિંગ કમિટી ઓફ ડિફેન્સનો રિપોર્ટ
સંસદના સત્રમાં રાખવામાં આવેલા રિપોર્ટમાં જનરલ ચૌહાણે કહ્યું કે પોતાના ચાર પાંચ વર્ષોમાં ચીનના જહાજોની સંખ્યા 555 સુધી પહોંચી ગઈ છે. જનરલ ચૌહાણે પોતાની પોતાના રિપોર્ટમાં ચીન અને પાકિસ્તાનનું નામ સીધી રીતે લીધું ન્હોતું. તેના ઉલ્લેખવાળી જગ્યા ખાલી છોડી દીધી હતી. રિપોર્ટમાં કહ્યું કે ચીન પાસે અત્યારના સમયે 355 જહાજ છે.
એક દશક પહેલાની વાત કરીએ તો ચીનની નૌ સેના પાસે 250 જહાજ હતા. પરંતુ પોતાની સતત તૈયારીઓના કરાણે તેનો કાફલો દુનિયામાં સૌથી મોટો થઈ ચૂક્યો છે. જનરલ ચૌહાણે કહ્યું ક ચીનથી 5થી 9 જહાજ હિંદ મહાસાગરમાં હાજર છે. આ ઉપરાંત રિસર્ચ સાથે જોડાયેલા જહાજ પણ આ વિસ્તારમાં સક્રિય છે. જનરલ ચૌહાણે કહ્યું કે આપણી સુરક્ષા માટે મોટો ખતરો છે.
2030 સુધી પાકિસ્તાનની નેવી 50 ટકા વધારે મજબૂત થઈ જશે
રિપોર્ટમાં પાકિસ્તાન અંગે જણાવ્યું હતું કે તેમની તૈયારી આપણાથી વધારે સારી છે. તેઓ 2030 સુધી પોતાની નેવીને 50 ટકા વધાર મજબૂત કરી લેશે. તેઓ ચીનની મદદથી પોતાના કાફલાને વધારે મજબૂત કરશે. જનરલ ચૌહાણે સ્વીકાર્યું કે ચીન અને પાકિસ્તાનથી ભારતને ગમે ત્યારે અથડામણ થઈ શકે છે. અત્યારે આપણી નૌ સેના કાફલો છે એ પુરતો નથી. આપણે આપણી તાકાતને વહેલી તકે વધારવી પડશે.
સ્ટેન્ડિંગ કમિટીએ રક્ષા મંત્રાલયને ધ્યાનમાં લેવા માટે કહ્યું
એક રિપોર્ટ પ્રમાણે જનરલ ચૌહાણે પોતાની વાતને સ્ટેડિંગ કમિટી ઓફ પાર્લિયામેન્ટ ઓન ડિફેન્સને ગંભીરતાથી લીધી છે. ડિફેન્સ મિનિસ્ટ્રીને કમિટીએ કહ્યું કે ખતરા અનેક ગણો વધી ગયો છે. આપણે આ વાતને ગંભીરતાથી લઇને આપણી સેનાને મજબૂત કરવાની જરૂરત છે. કમિટીનું કહેવું છે કે હિન્દ મહાસાગરમાં જે પ્રકારે કારોબારની આડમાં ચીન અને પાકિસ્તાનની ગતિવિધિઓ વધી રહી છે અને તેના પર સરકાર તત્કાલ ધ્યાનમાં લે.