Chandrayaan 3 Moon Mission launch : ઇસરો ચંદ્રયાન 3 મિશનને લોંચ કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે વર્ષ 2019માં 7 સપ્ટેમ્બરે આખો દેશ ચંદ્રયાન 2ને સફળતા પૂર્વક ચંદ્રની ધરતી ઉપર ઉતરવાની રાહ જોઈ રહ્યો છે. ISROના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારવા માટે ખુદ વડાપ્રધાન શ્રી હરિકોટા પહોંચ્યા છે. પરંતુ અંતિમ ક્ષણોમાં ચંદ્રયાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. ખુદ ઈસરો ચીફે આ અંગે જાહેરાત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી ત્યાંથી રવાના થયા હતા. તેમને વિદાય કરતા સમયે ઇસરો ચીફ ભાવુક થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લાગીને રડ્યા હતા.
પીએમ મોદીને ગળે લાગી રડવા લાગ્યા ISRO ચીફ
chandrayaan 2 સાથે સંપર્ક તૂટ્યા બાદ ઇસરોના વૈજ્ઞાનિકોની સાથે દેશના લોકો પણ નિરાશ થયા હતા. વડાપ્રધાન મોદીને વિદા કરવા પહોંચેલા ઇસરો ચીફના સિવન પણ ભાવુક થયા હતા. પોતાની ભાવનાઓ ઉપર કાબુ ન રાખી શક્યા અને રડી પડ્યા હતા.
સોશિયલ મીડિયા ઉપર ફરી વાયરલ થઇ રહ્યો છે 2019નો વીડિયો
હવે ચંદ્રયાન 3ના લોંચની તૈયારી પુરી થઈ ચુકી છે. અને કાઉનડાઉન શરુ થઈ ચુક્યું છે. તો એકવાર ફરીથી 2019નો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. લોકો યાદ કરી રહ્યા છે કે ચંદ્રયાન 2 સાથે સંપર્ક તૂટ્યા બાદ કયા પ્રકારે વડાપ્રધાન મોદીના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો.
પીએમ મોદીએ વધાર્યો વૈજ્ઞાનિકોનો ઉત્સાહ
ચંદ્રયાન મિશન 2 ફેલ થયા બાદ પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કહ્યું કે હું જોઈ રહ્યો હતો કે જ્યારે સંપર્ક તૂટ્યો તો વૈજ્ઞાનિકોના ચહેરા લટકી ગયા હતા. પરંતુ જે તમે લોકોએ કોઇ નાની ઉપલબ્ધિ નથી. આખો દેશ તમારા પર ગર્વ કરી રહ્યો છે. તમારી મહેનતને ગણુ બધુ સિખવાડ્યું છે.
પીએમ મોદીને વિદા કરતા પહેલા વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે સાથીઓ, પરિણામ પોતાની જગ્યાએ છે પરંતુ મને અને આખા દેશને પોતાના વૈજ્ઞાનિકો,એન્જીનિયરો, તમારા બધાના પ્રયત્નો ઉપર ગર્વ છે. મેં તમને રાત્રે પણ કહ્યું હતું અને ફરીથી કહી રહ્યો છું કે હું તમારી સાથે છું, દેશ પણ તમારી સાથે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ભલે કંઈક અડચણો આવતી હોય પરંતુ આનાથી આપણો ઉત્સાહ નબળો ન થવો જોઈએ પરંતુ મજબૂ થયો છે. આજે આપણા રસ્તામાં ભલે છેલ્લા પગલે અડચણ આવી હોય પરંતુ આનાથી આપણે મંજીલના રસ્તેથી ડગ્યા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચંદ્રયાનની સફરનો અંતિમ પડાવ ભલે આશાના અનુકૂળ રહ્યો હોય પરંતુ આપણે એ પણ યાદ રાખવાનું છે કે ચંદ્રયાનની યાત્રા શાનદાર રહી છે. જાનદાર રહી છે. આ આખા મિશન દરમિયાન અનેક વખત આનંદિત થયા છે. ગર્વ થયો છે.